પોરબંદરમાં પુરને કારણે થયેલ નુકસાની માટેનો સર્વે કરવા આઈ.એ.એમ.ટી.સી. ની કેન્દ્રની ટીમ આવશે,ત્યારે તે અંગે કોંગ્રેસે જશ ખાટીને એવું જણાવ્યું છે કે,પોતે રજુઆત કરી હતી,તેના કારણે આવું થયું છે! ભારતમાં પુર અને ભુસ્ખલનથી થતાં નુકશાનની ભરપાઈ કરવા ૨૦૧૯ ના ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકારના તત્કાલીન ગૃહમંત્રીએ નિર્ણયથી આઈ.એ.એમ.સી.ટી. ની રચના કરી હતી પરંતુ દુર્ભાગ્યવશ આ વ્યવસ્થાનો લાભ ગુજરાત રાજયને મળવા પામતો ન હોવાથી પોરબંદર કોંગ્રેસના પ્રવકતા ભાર્ગવ જોષીએ લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજયસભાના સાંસદ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિત રજુઆત કરતા અને મામલાની ગંભીરતાને જાણીને શક્તિસિંહે પ્રશ્ર્નકાળમાં પ્રશ્ર્ન ઉઠાવતાં કેન્દ્ર સરકારે ગુજરાતના પોરબંદર, દેવભુમિ દ્વારકા, જામનગર, મોરબી અને જુનાગઢ ખાતે નુકશાનીનો સર્વે કરવા કેન્દ્રીય ટીમ મોકલવાના આદેશો રવાના થયા છે.
ઉલ્લેખનીય છે કે,પોરબંદરમાં બંને અતિવૃષ્ટીમાં પાણી ભરાયા હતા, જેનાથી શહેરના નાના ધંધાર્થીઓને અતિભારે નુકશાન થયું છે, જિલ્લામાં ૨૫ ઓગસ્ટ થી ૩૦ ઓગસ્ટના વરસાદમાં નુકશાન વધી ગયું હોવાથી તેમજ બીજી તરફ પોરબંદર તાલુકાના બરડા પંથકમાં, કુતિયાણા તાલુકાના ઘેડ પંથકમાં જમીનોનું ભારે ધોવાણ થયું છે, વિરોધપક્ષોની કાગારોળને શાંત કરવા રાજય પાસે કોઈ ઉપાય ઉપલબ્ધ પણ ન હોય, તેમજ રાજયમાં અતિવૃષ્ટિ જેવા વરસાદ બબ્બે વખત આવી જવાથી લોકોમાં ગુમાવેલો વિશ્વાસ મહંદ અંશે જાળવી શકાય તેથી કેન્દ્રીય સર્વે કરાવવાનું સરકારને યોગ્ય પણ લાગી રહ્યું છે.
પોરબંદર ઉદ્યોગોમાં,ખેતીમાં અને નાગરિક સુવિધાઓમાં દિનબદીન કથલી રહ્યું છે,ત્યારે હાલના વરસાદથી થયેલ નુકશાનમાં કેન્દ્રની ટીમ સર્વે કરવા આવે તો એ આવકારદાયક છે અને જો કેન્દ્રીય ટીમ સાચો સર્વે કરે અને એ સર્વે મુજબ સરકાર વળતર આપે તો જ પોરબંદરના નાગરીકોને ઉભા થવામાં મદદ મળે એમ છે અન્યથા બે દાયકાથી આર્થિક પછાત પણું ભોગવવું હવે શહેરવાસીઓ માટે અસહ્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMઆજે તો તને છરી મારી જ દેવી છે, ભત્રીજાને ધમકી આપતા કાકા સમજાવવા જતાં છરી ઝીંકી
November 22, 2024 02:41 PMઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech