જામનગર રોડ પર રેલવે લાઈનને ક્રોસ કરવા માટે બનાવાયેલો ઓવર બ્રિજ તેના ઊંચા ટેકરા સમાન ઊંટની પીઠ જેવા ઢેકાને કારણે સાંઢિયા પુલ તરીકે અગાઉ જાણીતો હતો. આ પુલને તોડીને બનાવવામાં આવેલો નવો ઓવર બ્રિજ હવે ઊંટ જેવો દેખાવ ધરાવતો નથી છતાં જો - કે, લોકો તો તેને સાંઢિયા પુલ તરીકે જ ઓળખશે, નાનકરણ ભલે ગમે તે કરવામાં આવે.