પ્રભાસપાટણમાં બાળકોના દફન માટેની જગ્યા કસ્તરથી ભરી દેવાઇ
પ્રભાસપાટણમાં બાળકોના દફન માટેની જગ્યા કસ્તરથી ભરી દેવાઇ
June 02, 2026 12:31 PM
વિગત એમ છે કે પ્રભાસપાટણ સ્મશાન અને ત્રિવેણી સંગમ વચ્ચેની ખુલી જગ્યામાં અત્યાર સુધી સતં મહતં કે પરંપરા વાળા લોકો તેના રિવાજ મુજબ સમાધિ બનાવતા હતા તેવી જ રીતે તાજુ જન્મેલું કોઈ બાળક હોય અને તેનું મૃત્યુ થયેલ હોય તો તે જમીનમાં દાટવામાં આવવાની પરંપરા છે. જેને અિદાહ અપાતો નથી આવી એ જમીન ઉપર તૂટેલા કે તોડેલા મકાનોના કસ્તર પાથરી તે જગ્યા બુરી દેવાઈ છે મતલબ કે આવા કામમાં હવે કોઈ ઉપયોગ થઈ નહીં શકે અને એક સાઈડની દિવાલ પણ બનાવી નાખી છે.પ્રભાસપાટણ અને આજુબાજુના તુંરત જ જન્મેલા અને મૃત્યુ પામેલા બાળકોને દાટવાની કોઈ વૈકલ્પિક જગ્યા પણ નથી આપવામાં આવી. લોકો માટે હાલાકી હેરાનગતિમાં વધારો થયો છે વળી જે ટ્રેકટર–ટ્રેલર દ્રારા આ જમીન બુરાય છે તેમના મોટાભાગના કેટલાક વાહનોમાં સરકારી ધારા ધોરણ મુજબ વાહન નંબરની પ્લેટ કે વાંચી શકાય તેવી પ્લેટો પણ હોતી નથી