ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી ૧૯ મી ફેબ્રુઆરી થી મળશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકાર વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું અંદાજપત્ર રજૂ કરશે નાણામંત્રી કનુભાઈ દેસાઈ તા. ૨૦ ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર નું બજેટ રજૂ કરશે પંદરમી વિધાનસભા નુ બજેટ સત્ર ૩૧ મી માર્ચ સુધી ચાલશે, આ સમયગાળામાં ગૃહમાં સરકાર દ્રારા કુલ સાત વિધેયકો પર ચર્ચા અને મતદાન માટે કામકાજ હાથ ધરાનાર છે,આગામી સ્થાનિક સ્વરાયની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફલ ગુલાબી બજેટ આવે તેવી સંભાવના છે આ ઉપરાંત નવી રચાયેલી મહાનગરપાલિકા માટે માળખાકીય સુવિધા અને નાણાકીય ભંડોળની ફાળવણી કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આગામી ૧૯ મી ફેબ્રુઆરીથી આરભં થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ ૨૦૨૫–૨૬ માટેનું અંદાજપત્ર નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ ગૃહમાં રજૂ કરશે, સપ્ટેમ્બર ૨૦૨૧માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ ચોથું અંદાજપત્ર કેટલીક નવી લોકરંજક યોજના સાથે રજૂ થશે, જે મોટાભાગે પૂરાંતવાળુ રહેવાની શકયતા છે.
પંદરમી વિધાનસભા નુ બજેટ સત્ર ૩૧ માર્ચ સુધી ચાલશે, આ સમયગાળામાં ગૃહમાં સરકાર દ્રારા કુલ સાત વિધેયકો પર ચર્ચા અને મતદાન માટે કામકાજ હાથ ધરાનાર છે, તેમ કહીને સૂત્રોએ દાવો કર્યેા છેકે, સરકાર કેટલાક કાયદાઓ બનાવી રહી છે અને અમુકમાં સુધારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત કેટલીક સંસ્થાઓની રચના માટે વૈધાનિક મંજૂરીઓ આપવા માટે પણ વિધેયકો રજૂ થશે. હાલ સરકાર દ્રારા સાતેક જેટલા વિધેયકો માટે તૈયારી કરવામાં આવી રહીછે એમ છતાંય અંતિમ નિર્ણય માસમાં તે લેવાશે, દિવાળી પછી સચિવાલયમાં નવા બજેટ માટેની તૈયારીઓ શ કરવામાં આવી હતી અને હાલ તમામ વિભાગોએ સંબંધિત પક્ષકારો સાથે બેઠકો કરી પોતાના અંદાજો નાણાં વિભાગને મોકલી આપ્યા છે, ડિસેમ્બરના અંતિમ પખવાડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિભાગોની શ્રેણીબદ્ધ બેઠકો યોજાઇ હતી. હવે દરેક વિભાગોએ મોકલેલી નવી યોજનાઓ તેમજ વર્તમાન યોજનાઓની ફાળણી માં વધારા સહિતના મુદ્દે આવકના અંદાજો ને સુસંગત રહી યોજનાકીય ફાળવણી માટે ચર્ચા કરવામાં આવી રહી છે.
ભાજપ સરકારે સમગ્ર રાયમાં સંવિધાન નો અમૃત મહોત્સવ એટલે કે બંધારણ ના ૭૫ મા વર્ષ અને કટોકટીના ૫૦ વર્ષ, એક ભારત, શ્રે ભારત વિઝન સાથે સરદાર વલ્લ ભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી, ભગવાન બિરસા મુંડા ની ૧૫૦મી જન્મજયંતી, પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિની સમગ્ર વર્ષ દરમિયાન ઉજવણી કરવાની જાહેરાત કરી છે તેના આયોજન માટે ફાળવણી ઉપરાંત કેટલીક નવી યોજનાઓ જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech