વડિયાના મોટી કુંકાવાવમાં યુવતી ઉપર સામુહિક દુષ્કર્મ બાદ નવો ઘટસ્ફોટ થયો છે. જે યુવતિ ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું એ ચાર શખસોને અમરેલીની મહિલા શખ્સના માધ્યમથી યુવતીઓ સપ્લાય કરતી હતી અને ચારેય શખસો મળી શારીરિક સબંધ બાંધતા હોવાનું સામે આવતા પોલીસે અમરેલીની મહિલા સહીત છ શખ્સો સામે દેહ વ્યાપારનો ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોટી કુંકાવાવમાં રહેતો પ્રિતેશ ઉર્ફે પદીયો રસીકભાઇ આસોદરીયા પોતાના રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી પાર્ટી કરતો હોવાની સ્થાનિક લોકોની ફરિયાદના આધારે વડિયા પોલીસે તપાસ કરતા દેહવ્યાપારની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પોલીસની તપાસમાં અમરેલીમાં રહેતી દયાબેન કેશવભાઇ રાઠોડ નામની મહિલા ગરીબ વર્ગની યુવતિઓને પોતાના રહેણાંક મકાનમાં રાખી અમરેલીના દિપક નામના વ્યક્તિ સાથે મળી જે જગ્યા એ જરૂર હોય ત્યાં દેહ વ્યવ્યહાર માટે યુવતીને મોકલી આપતી હતી. ગઈકાલે અમરેલીની યુવતિ ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું એને પણ સંભવિત દયા રાઠોડએ મોટી કુંકાવાવ ગામે દેહ વિક્રિયતા માટે મોકલતાત્યાં પ્રિતેશ ઉર્ફે પદીયો રસીકભાઇ આસોદરીયા, દકુ ઉર્ફે નયન રામજીભાઇ વેકરીયા, અનિલ વિનુભાઇ દેસાઇ અને સોમા હરપાલભાઇ આલાણીએ શારીરિક ત્રાસ આપી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ બનાવમાં અમરેલીની મહિલા, સપ્લાયર અને યુવતીને બોલાવનાર ચારેય શખસો સામે અનૈતીક વેપાર (નિવારણ) અધિનીયમ-1956 ક.4(1),5(એ), (સી),(ડી), 6(1)(બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ બાબરાના સીપીઆઈ એમ.એ.દેસાઇ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech