લાખો ફૂટ જમીન ઝોનમાંથી આઝાદ થતા માંગ સામે પુરવઠો જળવાતા તેજી તૂટશે

  • October 17, 2023 12:10 PM 

દ્વારકામાં ધરતી ધન ખુલ્લુ થતા રીયલ એસ્ટેટ બજારમાં કડાકાનાં એંધાણ


યાત્રાધામ દ્વારકા કોરીડોર સહિતનાં વિકાસકાર્યો થકી પુન:તેનાં સુવર્ણકાળ તરફ જઇ રહ્યું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે ત્યારે દ્વારકામાં બારે માસ પ્રવાસન ક્ષેત્ર ધમધમતુ રહે છે એવા સંજોગોમાં દ્વારકાનું રિયલ એસ્ટેટ આભ આંબી રહ્યું છે. જમીનનાં ભાવ ઉચે ને ઉચે જઇ રહ્યા છે ત્યારે તોફાની તેજીને બ્રેક મારે એવા અહેવાલ પ્રકાશમાં આવ્યો છે.


દ્વારકામા ત્રણ દાયકા ઉપરાંતથી બંધ પડેલ  સિમેન્ટ ફેકટરીવાળી જગ્યાની જમીન  બજારમાં ઉપલબ્ધ બની હોવાની વાત વહેતી થઇ છે.અંદાજે પચ્ચીસ લાખ ફૂટ જમીન ઝોનમાંથી આઝાદ થતા બજારમાં જમીનની માંગ સામે પુરવઠાની તંગી દૂર થઇ છે એમ કહી શકાય. સ્થાનિક અગ્રણી તથા રાજકીય આગેવાન હસ્તકની વિરાટ જગ્યાનાં ખરીદ વેચાણની અડચણો દૂર થઇ ગયાની વાતથી રિયલ એસ્ટેટમાં મંદીની ભીતી સેવાઇ રહી છે.


પ્રવાસનને પગલે હોટલ ઉદ્યોગ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે ત્યારે દ્વારકામાં રોડ ટચ હોટેલ રહેણાંક લાયક લાખો ફૂટ જમીન ઉપલબ્ધ બનતા ગગનચુંબી તેજી પજમીનથ પર આવી જશે એવું નિષ્ણાંતો માની રહ્યા છે.જેને પગલે રિયલ એસ્ટેટમાં રોકાણ કરનારાઓમાં હલચલ મચી જવા પામી છે. ઘણા રોકાણકાર ભાવ ગગડે એ પહેલા જમીન વેચી નફો રડી લેવા દોડધામ કરવા લાગ્યા છે. પરંતુ લાખો ફૂટ જગ્યા બજારમાં આવતા માર્કેટમાં ઉથલપાથલ તો જરૂર થશે એ નિશ્ચિત છે. કેટલી ઉથપાથલ થશે એ તો આવનારો સમય જ કહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application