ડારી ગામે રિસામણે બેઠેલી પત્નીની ગઈકાલે હત્યા કરી ભાગેલા પતિનો આજે મૃતદેહ મળી આવ્યો
ડારી ગામે રિસામણે બેઠેલી પત્નીની ગઈકાલે હત્યા કરી ભાગેલા પતિનો આજે મૃતદેહ મળી આવ્યો
December 13, 2025 11:35 AM
વેરાવળ તાલુકાના ડારી ગામે ગઇ કાલે સવારે પારિવારિક વિવાદનો એક અત્યતં કણ અને હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. તાંતેવેલા સાસરેથી છેલ્લ ા પાંચ મહિનાથી ડારી ગામે પિયર રિસામણે રહેલી ૪૨ વર્ષીય પત્નીની તેના તાંતીવેલા ગામેથી આવેલા પતિએ છરીના સાત ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરીને ભાગેલા પતિનો મૃતદેહ આજે સવારે ડારી ગામના કબ્રસ્તાનમાંથી મળી આવતા પોલીસે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની હકીકત મુજબ તાંતીવેલા ગામે સાસરેથી છેલ્લ ા પાંચેક મહિનાથી રિસામણે રહેલી પત્ની ચંપાબેન વિનોદ ધોળીયા ઉંમર આશરે ૪૨ વર્ષ ગઈકાલે ઘરે હતી ત્યારે સવારે અચાનક પતિ વિનોદ ધોળીયા ચંપાબેન ના પિયર ખાતે પહોંચ્યા હતો. અહીં તેણે પોતાની પત્ની ચંપાબેન પર ધારદાર છરી વડે આશરે સાત જેટલા ઘા ઝીકી હત્પમલો કર્યેા હતો. પતિ–પત્ની વિનોદ ધોળીયા અને ચંપાબેન ધોળીયા વચ્ચે ઘણા સમયથી પારિવારિક કલેહ ચાલી રહ્યો. હતો. વિનોદ ના ત્રાસથી કંટાળીને ચંપાબેન એ તેની સામે ભરણપોપણનો કેસ પણ નોંધાવ્યો હતો. આ બનાવમાં પતિએ આડેઘડ ઝીંક લા છરીના ઘાના કારણે પરિણીતા ચંપાબેનને ગંભીર ઈજા પહોંચી હતી. હમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચંપાબેન ને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ડીવાયએસપી વી. આર. ખેંગાર, પ્રભાસ પાટણ પીઆઈ. પટેલ, અને સર્વેલન્સ સ્કવોડની ટીમ તથા સરપચં ફાકભાઈ આકાણી સહિતના આગેવાનો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગયા હતા . પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યેા હતો. હત્યારો પતિ વિનોદ ધોળીયા બનાવ સ્થળે પોતાની મોટર સાયકલ અને હત્યામાં વપરાયેલ છરી છોડીને નાસી છૂટો હતો. પોલીસે આરોપી વિનોદ ધોળીયા રહે.તાંતીવેલાને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ અને નાકાબંધી હાથ ધરી હતી. પરંતુ આજે સવારે ડારી ગામના પતિ વિનોદ સોમાભાઈ ધોરિયા રહેવાસી તાંતીવેલાનો મળી આવતા પોલીસે દોડી જઈ પીએમ માટે સિવિલ હોસ્પિયલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.