ભેટકડી નજીક જૂના પુલ નીચે ફસાયેલી બાળકીનો અંતે મૃતદેહ હાથ લાગ્યો

  • October 24, 2024 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના ભેટકડી ગામે જૂના પુલ નીચે ફસાયેલી બાળકીને બહાર કાઢવા માટેની કોશિશ થઇ હતી પરંતુ અંતે તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
બનાવની વિગત એવી હતી કે પોરબંદર નજીકના ભેટકડી ગામ પાસે પઠાપીરથી શીંગડા તરફ જતા રસ્તે સોરઠી નદીનો પુલ આવેલો છે આ બેઠો પુલ ખૂબજ જર્જરિત અને બિનઉપયોગી છે અને ત્યાં થોડે દૂર વાડી ધરાવતા સુરેશજી પરબતજી ઓડેદરાની વાડીએ મધ્યપ્રદેશના સંજય નાનકાભાઇ આસ્કેલ ખેતમજૂરી કરવા તેના પરિવાર સાથે આવ્યા હતા અને ગઇકાલે સવારે સંજયભાઇની સાત વર્ષની દીકરી ખુશી સોરઠી નદીના પુલ નજીક નજીક ન્હાતી વખતે અચાનક કોઇ કારણોસર તણાઇ ગઇ હતી અને બેઠા જર્જરિત પુલની નીચે ફસાઇ ગઇ હતી. 
ગઇકાલે સવારે ૧૧ વાગ્યા આસપાસ બાળકી ફસાયાની જાણ થતા ગ્રામજનો અને ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી અને બેઠા પુલને જે.સી.બી. મશીન વડે તોડવાની કાર્યવાહી કરી હતી. સાંજ સુધી ઓપરેશન હાથ ધરવા છતા અંતે સવાસાત વાગ્યા આસપાસ એ બાળકીને બહાર કાઢવામા આવી ત્યારે તે મૃત્યુ પામી હોવાનુ બહાર આવ્યુ હતુ. અંધારામાં બેટરીના પ્રકાશ પાડીને પુલની નીચેથી તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે અડવાણાના સામૂહિક આરોગ્યકેન્દ્ર ખાતે લઇ જવામાં આવી હતી. બગવદર પોલીસમથકના પ્રોબેશન પી.એસ.આઇ. પી.આર.રાઠોડ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application