રાણપરડા વિસ્તારમાંથી સાંપડેલા અજાણ્યા મહિલાના મૃતદેહની ઓળખ કરાઈ

  • June 11, 2024 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ દ્વારા પરિવારજનોને મૃતદેહ સોંપાયો



કલ્યાણપુર નજીકના રાણપરડા ગામના સીમ વિસ્તારમાંથી બે દિવસ પૂર્વે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગેની જાણ પોલીસ તંત્રને કરવામાં આવતા પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.આર. શુક્લ તેમજ ટીમ દ્વારા કોહવાઈ ગયેલી હાલતમાં રહેલી કોઈ અજાણી મહિલાના આ મૃતદેહ સંદર્ભે જુદા જુદા વિસ્તારોમાં સી.સી. ટી.વી. ફૂટેજ તેમજ સોશિયલ મીડિયામાં તપાસ બાદ આ મૃતદેહ રાવલ ગામના સુકીબેન કરસનભાઈ લાખાભાઈ જમોડ (ઉ.વ. 70) ની હોવાનું ધ્યાને આવતા પોલીસે આ અજાણી મહિલાની ઓળખ કરી અને મૃતદેહનો કબજો તેમના વારસદારને સોંપવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application