નેપાળમાં ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ રેસ્ક્યુ ઓપરેશન ટીમને મળ્યું, હવે સામે આવશે દુર્ઘટનાનું સાચું કારણ

  • January 16, 2023 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેપાળમાં ક્રેશ થયેલા યેતી એરલાઇન્સના પ્લેનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. પોખરામાં રવિવારે ક્રેશ થયેલા યેતી એરલાઇન્સના પ્લેનનું બ્લેક બોક્સ આજે સવારે મળી આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારથી ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બ્લેક બોક્સ સુરક્ષિત મળી આવ્યું હતું. અત્યાર સુધીમાં લાપતા ચાર મુસાફરોની શોધમાં લાગેલી રેસ્ક્યુ ટીમના હાથમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. રેસ્ક્યુ ટીમે માહિતી આપી છે કે વિમાનનો પાછળનો ભાગ પણ પર્વતની ટોચ પર જોવા મળ્યો હતો અને પાછળના ભાગની નજીક બ્લેક બોક્સ પણ મળી આવ્યું હતું.


બ્લેક બોક્સ શોધવાનું શા માટે જરૂરી છે

રેસ્ક્યુ ટીમે એરપોર્ટ ઓથોરિટીને જણાવ્યું કે બ્લેક બોક્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તપાસ ટીમને સોંપવા માટે તૈયાર છે. વિમાનના બ્લેક બોક્સમાંથી પાઇલટ અને એટીસી વચ્ચેની છેલ્લી વાતચીત જાણી શકાશે. જાણાવી દઈએ કે બ્લેક બોક્સ અથવા કોકપિટ રેકોર્ડરમાં એન્જિનનો અવાજ, 'ઓડિયો એલર્ટ' અને 'બેકગ્રાઉન્ડ સાઉન્ડ' કેપ્ચર થાય છે. જેને મેળવીને અકસ્માતનું યોગ્ય કારણ જાણી શકાશે.


​​​​​​​હજુ 4 મૃતદેહોની શોધ ચાલુ છે

જણાવી દઈએ કે આજે પણ પોખરામાં બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. રાત્રે બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ સવારે ફરી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બાકીના 4 મૃતદેહોની શોધખોળ ચાલુ છે. વિમાન દુર્ઘટનામાં 5 ભારતીયોના પણ મોત થયા છે. જેમાંથી 4 યુપીના ગાઝીપુરના રહેવાસી હતા જ્યારે એક બિહારના સીતામઢીના રહેવાસી હતા. ગઈકાલે યતિ એરલાઈન્સનું વિમાન ATR-72 પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ પહેલા ક્રેશ થયું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application