ટેન્કરની ઠોકરે બાઈક ચાલક ફંગોળાયો: તોંતિગ વ્હિલ માથા પર ફરી વળતા હેલ્મેટનો ભુક્કો: યુવકનું મોત

  • August 08, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં એક અઠવાડિયામાં અકસ્માતની આ ત્રીજી જીવલેણ ઘટના બની છે. ગોંડલ રોડ કોઠારીયા સોલવન્ટ નજીક માતેલા સાંઢની જેમ દોડતા ટેન્કરે બાઇકને ઠોકરે લેતા યુવાન રોડ પર પટકાતા ટેન્કરના તોંતિગ વ્હીલ માથે ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટી ભયુ મોત થયું હતું. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્રિત થઇ ગયા અને પોલીસ અને ૧૦૮ને જાણ કરવામાં આવતા આજીડેમ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી હતી. માર્ગ અકસ્માતથી બચવા યુવકે હેલ્મેટ પહેયુ હતું પરંતુ ટેન્કરનું વ્હીલ માથા પર ફરી વળતા હેલ્મેટનો કુરચો બોલી ગયો હતો.
બનાવની પ્રા વિગત મુજબ આજે વહેલી સવારે ગોંડલ રોડ નુરાનીપરાના ગેઈટ નજીક પુરપાટ ઝડપે આવતા ટેન્કરે પસાર થતા બાઈકને અડફેટે લેતા બાઈક સમેત યુવક રોડ ફંગોળાયો હતો અને તેના માથા પર ટેન્કરના વ્હીલ ફરી વળતાં યુવકનું ઘટનાસ્થળે જ કણ મોત થયું હતું. અકસ્માતના પગલે આસપાસના લોકો અને વાહન ચાલકો દોડી ગયા અને ટ્રાફિક જામ થવાથી કોઈએ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચરોજ કામ કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલએ ખસેડી યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. યુવાન પાસેથી મળી આવેલા આધારકાર્ડ અને મોબાઈલ ફોનને આધારે ઓળખ થતા ભોગ બનનાર યુવકનું નામ ભાસ્કરભાઈ નાથાલાલ મુંગરા (ઉ.વ.૪૧–રહે માધપર ચોકડીએ મનમોહન મારબલવાળી શેરી)ના હોવાનું જાણવા મળતા પોલીસે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર ભાસ્કરભાઈ બે ભાઈ એક બહેનમાં વચેટ હતા અને સંતાનમાં એક પુત્ર છે. સવારે ઘરેથી શાપર કારખાનામાં કામે જતા હતા ત્યારે ટેન્કર યમ બનીને ત્રાટકતા બનાવ બન્યો હતો. અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાશી જતા અજાણ્યા ચાલક સામે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી શોધખોળ આદરી છે. યુવકના મોતથી પરિવાર ઘેરો કલ્પાંત સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે એક અઠવાડિયામાં બે જીવલેણ અકસ્માતના બનાવ બન્યા હતા જેમાં દંપતી સહીત ત્રણ વ્યકિતના મૃત્યુ થયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application