ધોરાજી પોલીસે ૨૦૧૧માં ડિટેઈન કરેલા વાહનોની તપાસમાં હોન્ડા ડીલક્ષ બાઈક કોટડા સાંગાણીના હડમતાળાથી ચોરી થયું હોવાનું ખુલતા તેની તપાસમાં પોલીસે ધોરાજી ઉપરાંત ભુતવડના શખસોને ઝડપી લીધા છે. હકીકત મુજબ, ધોરાજી સીટી પોલીસ સ્ટેશને સને ૨૦૨૧ના વર્ષમાં ડીટેઈન થયેલ વાહનોની તપાસમાં હોન્ડા કંપનીનું સી.ડી.ડીલક્ષ-૧૦૦ હોય જેના આગળ પાછળ રજી નંબર લખેલ ન હોય જેથી તેના એન્જીન તથા ચેચીસ નંબર પોકેટ કોપમાં સર્ચ કરી તપાસ કરતા સદરહુ વાહન કોટડા સાંગાણીના હડમતાળા ગામમાંથી ચોરી થયેલ અને તે વિપુલભાઈ ધીભાઈ સીરોયા (ઉ.વ.૩૮ રહે.ધોરાજી હીરપરાવાડી) પાસેથી ડીટેઈન કરવામાં આવેલ. જેથી ધોરાજી હીરપરા વાડીમાં રહેતા વિપુલભાઈ ધીરૂભાઈ સીરોયાની તપાસ કરવા જતા તે ત્યાં હાજર મળી આવેલ ન હોય જેથી ખાનગી રાહે હક્કિતના આધારે વિપુલભાઈ ધીભાઈ સીરોયાને જૂના ઉપલેટા રોડ નળીયાન કોલોની પાસે ઝડપી લીધો હતો. તેની પુછપરછ કરતા આશરે બે વર્ષ પહેલા ભુતવડ ગામે રહેતા મિત્ર સિઘ્ધરાજસિંહ ચંદુભા વાઘેલા પાસેથી રૂ.૧૭,૦૦૦માં વેચાતું લીધેલનું જણાવતો હોય જેથી મજકુર બંને ઈસમો વિપુલભાઈ ધીરૂભાઈ સીરોયા અને સિઘ્ધરાજસિંહ ઉર્ફે અશ્ર્વિનસિંહ ચંદુભા વાઘેલાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.
આ કામગીરીમાં ધોરાજી સીટી પો.સ્ટે.ના પોલીસ ઈન્સ. એ.બી.ગોહિલ તથા પો.હેડ ક્રીપાલસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ અશોકભાઈ ગોહેલ તથા પો.કોન્સ. સુરપાલસિંઅ જાડેજા તથા પો.કોન્સ.શક્તિસિંહ જાડેજા વગેરે પોલીસ સ્ટાફ સાથે રહી કામગીરી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech