સ્ત્રીની સુંદરતા પગની પાની એ: વર્ષો પહેલા પગ જોઈ સ્ત્રીઓની સુંદરતા નક્કી થતી,હરીફાઈમાં પગ જોઇને પોઈન્ટ અપાતા

  • June 01, 2023 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલાઓને હંમેશા સમાજ એક વસ્તુ તરીકે જોતો આવ્યો છે. તેમને શું પહેરવું જોઈએ, શરીર કેટલું ઢાંકી રાખવું જોઈએ, ક્યારે મોં ઢાંકવું જોઈએ, ક્યારે નહીં, આ બધું પુરુષ પ્રધાન સમાજની દેન છે. લોકોના મનમાં એવી ભાવના બેસી ગઈ છે કે, ગોરી મહિલા જ સુંદર હોય છે, આ જ કારણે કેટલીય ક્રીમના પ્રચારમાં પણ ગોરા કરવા માટે કહેવામાં આવે છે. મિસ વર્લ્ડ, મિસ યૂનિવર્સ જેવી કંપ્ટીશનમાં પણ મહિલાઓની સુંદરતા તેના શરીરના રંગના આધાર પર કરવામાં આવે છે. પરંતુ જૂના જમાનામાં મહિલાઓના ચહેરાની સુંદરતા તો છોડો, લોકો મહિલાઓના પગની સુંદરતા પર પણ ખૂબ ધ્યાન આપતા હતા. વર્ષો પહેલા અજીબોગરીબ કોમ્પીટીશન માં મહિલાઓના પગ જોઈ રેન્ક આપવામાં આવતા હતા.



સોશિયલ મીડિયા પર મોટા ભાગે અમુક બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો વાયરલ થતી રહે છે. જેમાં અમુક પુરુષ મહિલાઓના પગ જોઈને તેમને પોઈન્ટ આપતા હોય છે. હાલમાં જ ટ્વિટ અકાઉન્ટ @info_tale પર આવી જ તસ્વીરો પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં મહિલાઓના પગને જોઈને એક સૂટ-બૂટ પહેરેલ વ્યક્તિ તેને પોઈન્ટ આપી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, આ તસ્વીરમાં મહિલાઓના ચહેરાઓને છુપાવી રાખ્યા છે, ફક્ત તેમના પગ દેખાઈ રહ્યા છે. અકાઉન્ટ પરથી દાવો કર્યો છે કે, આ ફોટો 1950માં ફ્રાન્સમાં પૈરિસમાં ચાલી રહેલા સૌથી સુંદર પગની કોમ્પીટીશન કરી છે.


નિશ્ચિતપણે આ તસ્વીર ચોંકાવનારી છે, પણ આવી અનેકો તસ્વીરો આપને જોવા મળી જશે. વર્ષ 2015ના એક રિપોર્ટ અનુાર, જૂના જમાનામાં ઈંગ્લેન્ડ અને યૂરોપના કેટલાય અન્ય દેશોમાં, સૌથી સુંદર પગની કમ્પીટીશન થતી હતી, જે મહિલાઓ માટે આયોજીત કરવામાં આવતી હતી. આ કમ્પીટીનશમાં મહિલાઓના પગ,ને જોઈને તેમને માર્ક્સ આપવામાં આવતા હતા, બાદમાં સૌથી વધારે માર્ક્સ પ્રાપ્ત કરનારી મહિલા વિજેતા બનતી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application