હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં માત્ર ચાર મેચ બાકી છે, જેમાં એક ફાઈનલ, એક એલિમિનેટર અને બે કવોલિફાયર છે. પ્રથમ કવોલિફાયર આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે થશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં હીટવેબનો સમયગાળો ચાલુ રહેશે અને આ સાહ દરમિયાન અહીં વરસાદની શકયતા ઓછી છે. રિપોર્ટ અનુસાર, વરસાદની એક ટકા પણ શકયતા નથી. જો વરસાદ વિક્ષેપ પાડે તો પણ કોઈ સમસ્યા નથી, કારણ કે આઈપીએલ પ્લેઓફ મેચો માટે નિયમો અલગ હોય છે, યાં મેચનું આયોજન કરવામાં ઘણો સમય હોય છે.શાનદાર ફોર્મમાં રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલના પ્રથમ કવોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ સિઝનમાં બંને ટીમોએ આક્રમક રમત બતાવી હતી.
આ મેચ જીતનારી ટીમ ૨૬ મેના રોજ ચેન્નાઈમાં યોજાનારી ફાઇનલમાં સીધી પ્રવેશ કરશે, યારે હારનાર ટીમને એલિમિનેટરની વિજેતા ટીમ સાથે બીજા કવોલિફાયર તરીકે ફાઇનલમાં પ્રવેશવાની વધુ એક તક મળશે.આ વર્ષે આઈપીએલ પ્લેઓફમાં પહોંચનારી કોલકાતા નાઈટ રાઈડર્સ પ્રથમ ટીમ હતી, યારે સનરાઈઝર્સ છેલ્લી લીગ મેચમાં પંજાબ કિંગ્સને ચાર વિકેટથી હરાવીને બીજા સ્થાને રહી હતી. લીગ તબક્કાની ૭૦ મેચોમાં ટોચના બે સ્થાન પર રહેલી આ ટીમોને છેલ્લા ૧૦ દિવસમાં વરસાદના કારણે સારો વિરામ મળ્યો છે. જો કે, પ્લેઓફ પહેલા મેદાન પર વધુ સમય વિતાવી ન શકવાનો પડકાર પણ મુશ્કેલ છે
કોલકાતા નાઈટ રાઈડર્સ
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટ કીપર), સુનિલ નારાયણ, અંગક્રિશ રઘુવંશીનીતીશ રાણા, શ્રેયસ અય્યર (કેપ્ટન), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વણ ચક્રવર્તી ઈમ્પેકટ પ્લેયર: વૈભવ અરોરા
સનરાઈઝર્સ હૈદરાબાદ
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, નીતિશ રેડ્ડી, રાહત્પલ ત્રિપાઠી, હેનરિક કલાસેન (વિકેટ કીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, વિજયકાંત વ્યાસકાન્ત ઈમ્પેકટ પ્લેયર: ટી નટરાજ
કોલકાતાની ઓપનિંગ જોડી બદલાશે
ફિલ સોલ્ટ ઉપલબ્ધ ન હોવાથી કોલકાતા નાઈટ રાઈડર્સની ઓપનિંગ જોડી બદલાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં રહેમાનુલ્લા ગુરબાઝ સુનીલ નારાયણ સાથે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. ગુરબાઝ પહેલા પણ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઓપનિંગ કરી ચૂકયો છે
જો વરસાદ આવે તો રિઝર્વ ડે પર રમાશે મેચ
આઈપીએલની રમતની સ્થિતિ અનુસાર, પ્લેઓફ મેચો માટે અનામત દિવસ રાખવામાં આવે છે. આ સિવાય મેચના દિવસે ૧૨૦ મિનિટનો વધારાનો સમય પણ છે. જો વરસાદ રમતને બગાડે છે, જો મેચ ૯.૪૦ વાગ્યે શ થાય છે, તો પણ તે સંપૂર્ણ ૨૦ ઓવરની રમાશે. જો મેચ શ થયા પછી થોડો સમય વરસાદ પડે તો પણ મેચ સંપૂર્ણ રીતે રમાશે, કારણ કે બે વધારાના કલાકો ઉપલબ્ધ છે. જો મેચ શ થાય અને વરસાદ બધં ન થાય તો બાકીની મેચ બીજા દિવસે રમાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMરાજકુમારના અનુગામી તરીકે રાજયના મુખ્ય સચિવ બન્યા IAS પંકજ જોશી
January 24, 2025 03:19 PMરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech