ચારધામના વીઆઈપી દર્શનનો પ્રતિબંધ ૩૧મે સુધી લંબાવાયો

  • May 17, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ વીઆઈપી દર્શન પરનો પ્રતિબધં ૩૧ મે સુધી લંબાવ્યો છે જેથી કરીને તમામ શ્રદ્ધાળુઓ સરળતાથી ચાર ધામના દર્શન કરી શકે. તેમણે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને જાણ કરી છે કે તીર્થયાત્રીઓના અભૂતપૂર્વ ધસારાને જોતા, ૩૧ મે સુધી ચાર ધામમાં કોઈ વીઆઈપી દર્શન થશે નહીં.


તેમણે કહ્યું, માત્ર નોંધાયેલા ભકતોને જ તેમના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે તેને ચોક્કસ તારીખો આપવામાં આવશે. ચેકપોસ્ટ પર ખૂબ જ કડક ચેકિંગ કરવામાં આવશે અને કોઈપણ પેસેન્જર કે જે નોંધણી વગર આવશે તેને મુસાફરીમાં આગળ વધવા દેવામાં આવશે નહીં, કારણ કે અરાજકતા અટકાવવી પડશે અને સિસ્ટમને સરળ અને સલામત બનાવવી પડશે.

સચિવાલયમાં સમીક્ષા બેઠક દરમિયાન, મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે યાત્રા માટે આફલાઇન નોંધણી આગામી ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવશે. તેમણે રાયના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને સલામત અને સરળ તીર્થયાત્રા સુનિશ્ચિત કરવા માટે જમીન પર હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.

સીએમ ધામીએ પોલીસ મહાનિર્દેશકને ચારેય ધામોમાં વરિ પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપવા અને ગ્રાઉન્ડ પર ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન વ્યવસ્થાનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

અત્યાર સુધીમાં ૧૧ શ્રદ્ધાળુઓના મોત
અત્યાર સુધીમાં ચારધામ યાત્રા માટે ગયેલા ૧૧ લોકોના મોત નીપયા છે.વહીવટીતંત્રે ભારે ભીડને ધ્યાન રાખીને ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન બે દિવસ માટે બધં કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે ચારધામ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન હરિદ્રાર અને ઋષિકેશમાં કરવામાં આવી રહ્યું છે.ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે, ૧૫મી એપ્રિલથી અત્યાર સુધી ૨૬,૭૩,૫૧૯ રજિસ્ટ્રેશન થયા હતા. ગંગોત્રીમાં ૪,૨૧,૩૬૬, યમુનોત્રીમાં ૪,૭૮,૫૭૬ અને હેમકુંડ સાહિબ માટે અત્યાર સુધી ૫૯ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application