કેમ્પસમાંથી સીધા જ રાખવામાં આવેલા એમબીએ ગ્રેયુએટસમાં એટિ્રશન રેટ ૨૦૨૩માં સૌથી વધુ રહ્યો હતો. ડેલોઈટ દ્રારા કરવામાં આવેલા સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે કે એક વર્ષમાં ૪૦ % એટિ્રશન રેટની નોંધાયો છે. ડેલોઇટના કેમ્પસ વર્કફોર્સ ટ્રેન્ડસ ૨૦૨૪ સર્વેના ડેટા દર્શાવે છે કે, ઇન્ફન્ટ એટિ્રશન ગ્રેયુએટ ઇન મેનેજમેન્ટ (બીબીએબીકોમ) ડિગ્રી હોલ્ડર્સમાં સૌથી વધુ હતું, જેમાં જોડાયાના એક વર્ષથી ઓછા સમયગાળામાં ૩૩% ફ્રેશ હાયર્સએ કંપની છોડી દીધી હતી. ઓવરઓલ ડિગ્રીકોર્સમાં, ૨૦૨૩માં ટોપ–૧૦ અને રેન્ક–૧ કેમ્પસમાં ઇન્ફન્ટ, એક વર્ષ અને બે–વર્ષનું એટિ્રશન અનુક્રમે ૨૧%, ૨૬% અને ૨૮% હતું, યારે રેન્ક –૨ અને રેન્ક –૩ કેમ્પસ માટે, તે અનુક્રમે ૧૯% અને ૨૫% હતું. જો કે, સર્વેક્ષણ દર્શાવે છે કે એટિ્રશન રેટ ૨૦૨૨ થી ઘટો છે. દાખલા તરીકે, ટોપ–૧૦ અને રેન્ક –૧ કોલેજોમાંથી એમબીએ રિક્રુટમેન્ટ માટે, એટિ્રશન ૨૪% (ઇન્ફન્ટ), ૪૦% (એક વર્ષ) અને ૩૮% (એક વર્ષ) હતું. બીઇબીટેક કેમ્પસ રિક્રુટમેન્ટ માટે, ૨૦૨૩ માં ટોપ–૧૦ અને રેન્ક ૧ કોલેજોમાં એટિ્રશન ઘટીને ૧૫% (ઇન્ફન્ટ), ૨૨% (એક–વર્ષ) અને ૨૬% (બે–વર્ષ) પર આવી ગયું હતું. ડીલોઈટ ઈન્ડિયાના ડાયરેકટર નીલેશ ગુાએ જણાવ્યું હતું કે, કોર્પેારેટ ઈન્ડિયામાં એટિ્રશન એકંદરે ઘટી ગયું છે અને તે કેમ્પસમાં રિક્રુટમેન્ટના ટર્નઓવરમાં પણ દેખાય છે. બીટેક અને બીબીએ ડિગ્રીમાં અનુક્રમે ૧૩ અને ૧૨ ટકાના દરે સૌથી વધુ ઘટાડો થવા સાથે આ સમગ્ર ડિગ્રીમાં રિફલેકટ થાય છે. કેમ્પસ વર્કફોર્સ ટ્રેન્ડસ ૨૦૨૪ મુજબ, કંપનીઓ પણ વધુ અનુભવી ઉમેદવારો માટે પસંદગી દર્શાવી રહી છે, જે એકબે–વર્ષના લેવલએ એમબીએના રિક્રુટમેન્ટમાં હાઇ એટિ્રશનને રિફલેકટ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેનેજમેન્ટ ડિગ્રીમાં ગ્રેયુએટ લેવલએ, હાઇ એટિ્રશન એ આ કર્મચારીઓનું પ્રોડકશન છે જે હાયર એયુકેશન તરફ વધુ વલણ દર્શાવે છે. જો કે, બીબીએ અને એમબીએ વચ્ચે પગારમાં નોંધપાત્ર તફાવત છે જેના કારણે ઘણા લોકો અપસ્કિલ થવાની મહેનત નથી કરતા. એમબીએ કેમ્પસ હાયર માટે, યાં એટિ્રશન દર ચિંતાજનક રીતે ઐંચા છે, ટોચની પ્રતિભા જાળવી રાખવા માટે વિવિધ રીટેન્શન વ્યૂહરચના આવશ્યક બની ગઈ છે. પ્રારંભિક એટિ્રશનને રોકવા માટે કંપનીઓ દ્રારા લેવામાં આવતા પગલાઓમાં બોનસ, સ્કિલ બેઇઝડ સેલેરી, નોકરીનું સકર્યુલેશન, ફાસ્ટ–ટ્રેક પ્રોગ્રામ્સ, લેકિસબલ કામના કલાકો, હાયર એયુકેશનની તકો વગેરેનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરમંડળની બહાર ૩૦ લાખ વર્ષ જૂનો સૌથી નાનો ગ્રહ મળ્યો
November 22, 2024 11:53 AMરાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન દિનેશ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલ, આવતીકાલે સત્તાવાર નિમણૂક
November 22, 2024 11:52 AMહિમાચલ પ્રદેશમાં તાપમાન –૭.૫ ડિગ્રી: તળાવો અને ધોધ થીજી ગયા
November 22, 2024 11:51 AMઅદાણી ગ્રુપના શેર બીજા દિવસે પણ ૧૦ ટકા તૂટ્યા
November 22, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech