સોમનાથ-પ્રભાસપાટણમાં રામરાખ ચોક તરફથી પાવનકારી જૈન દેરાસરે જતા રસ્તા ઉપર કલાત્મક સાગ-સીસમના લાકડા ઉ5ર કરાયેલ કાષ્ટ શિલ્પ કારીગીરીના ઝખાઓ પ્રભાસ આવનારા તીર્થ યાત્રીઓને આકર્ષે છે.
આ ઝખામાં શિલ્પ સ્થાપ્તયની જેમ કાષ્ટ લાકડા ઉપર પરંપરાગત પ્રાચીન કારીગરો દ્વારા બારીક નકશીકામ કરાયેલ છે. જે કોતરકામ આજેય પણ એવું ને એવું છે અને લાકડું હોવા છતાં સડયું નથી કે કોઇ જીવાત કે ઉધઇ લાગી નથી. આ મકાનો 100 વર્ષ ઉપરના છે તો કેટલાંક 150 વર્ષ ઉપરના છે.
આજે આવા કોતરકામ માટે મશીનો વપરાય છે ત્યારે તે જમાનામાં કારીગરો દ્વારા ખૂબ જ ઝીણું, ઉંડુ, સ્વચ્છ અને રેકાની અવર્ણનીય સુંદરતા સાથે હાથે કંડારાયેલું છે.
આજે જયારે પથ્થરના ટેકાવાળા રવેશો તૂટી પડવાના અનેક બનાવો બનેલા છે ત્યારે સાગના લાકડાથી બનેલા ઝખાના ટેકાઓની મજબૂતી એવીને એવી જ છે.
જેમાં કારીગરોએ મકાનના દર્શનથી તે છેક અંદરના ભાગ સુધી અને ભોયતળિયાંથી તે ઉપરના માળ સુધીના વિવિધ ભાગોને સપ્રમાણ સુરેખ અને સંયોજીત રચના કરી પ્રત્યેક ભાગની ઉપયોગીતા સાથેનો કળાનો સુંદર સમન્વય પ્રસ્તુત કર્યો છે.
પ્રભાસના જલારામ મંદિર સામે 150 વર્ષ જુનુ પ્રાચીન શિલ્પ કાષ્ટની સાક્ષી પુરતું એક મકાન આવેલ છે. જે 150 વર્ષ આસપાસનું છે તેને હમણા જોકે રંગરોગાન કરાવાયું છે પરંતુ તેનું લાકડું હજુ ય એને એમ જ અને સલામત છે તેના પગથીયા પણ લાકડાના છે જે હજુય મજબૂત છે.
કોઠા શેરીમાં, પ્રભાસપાટણમાં મહેષભૂવન પાટચકલા પાસે આવું જ એક મકાન આવેલું છે. જેમાં 1000 લીટર પાણીનો વરસાદી ટાંકો છે. આવા કેટલાય મકાનો તે જમાનામાં બન્યા હતાં.
મકાનના દરવાજાને ભીડવા એટલે કે બંધ કરવા લાકડાના બે ખાંચા રાખી તેમાં ધોકા જેવો લાકડાનો આગળીયો પણ જોવા મળે છે. જે દરવાજા સાથે એટલો મજબૂત રીતે બંધાઇ જાય કે દરવાજો હલે નહીં.
વરસમાં બે-ત્રણ વાર અમદાવાદ, વડોદરા ફાઇન આર્ટસ વિદ્યાર્થી ભાઇ-બહેનો સોમનાથ ખાતે ખાસ કેમ્પ કરી પ્રભાસના ઝખાઓને તે સ્થળે ચારથી પાંચ કલાક બેસી સ્કેચ ચિત્ર કેનવાસ ઉપર કંડારે છે.
પ્રભાસના સુથારીકામ કરતા ધીભાઇ જીવણભાઇ નાંદોડીયા કહે છે તે સમયના કારીગરોમાં આવી સુઝ બુઝ હતી કે ઝખો એટલે હાલ આપણે રવેશ કહીએ છીએ તે ઝંપીંગ ન થાય તે માટે લાકડાના ઘોડા ખીલી બિલ્ડીંગના પત્થરમાં જડી ખાંચામાં જોડાયેલ હોય છે જે રવેશને ઝૂકવા નથી દેતો.
જુના સાગ-સીસમ વપરાયા હોવાને કારણે લાંબો સમય ટકે અને સડે પણ નહીં, અગાસી-પાયામાં કઠણીયો કાળીપાટ જેવો પાણો રહેતો જેમાં ભેજ ન રહે તે મકાન સુરક્ષિત રહેતા.
લોકોમાં તે યુગમાં આવા આવાસોમાં વસતા માનવીઓ પણ પવિત્ર-ઉદાર અને ધર્મપ્રેમી વિભૂતીઓ જેવા આદરપાત્ર હતાં. કેટલીક ડેલીઓમાં વધારાની જાળી રહેતી જેથી પ્રવેશનાર કોણ છે તે જોઇ શકાતું તો કેટલાક મકાનોમાં તે સમયમાં બેન્ક ન હોવાથી રોકડ કે દાગીના સાચવવા બાંધકામમાં ખાસ ગુપ્ત જોગવાઇ તો કેટલાક મકાનોમાં વરસાદી પાણી જળસંચય કરી જળનું આગોતરું આયોજન હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech