બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારનો પડઘો બ્રિટિશ સંસદમાં સાંભળવા મળ્યો હતો. બ્રિટિશ સંસદમાં કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને બાંગ્લાદેશમાં હિંદુઓ વિદ્ધ ચાલી રહેલી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુ ઘરો અને મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઈસ્કોન પર પ્રતિબધં લગાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યાંની વચગાળાની સરકાર આ મુદ્દે કોઈ નક્કર પગલાં લઈ રહી નથી. આવી સ્થિતિમાં ધાર્મિક સ્વતંત્રતાનું રક્ષણ કરવાની જવાબદારી બ્રિટનની છે. આ સવાલ પર બ્રિટનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું કે સરકાર આ મુદ્દા પર નજર રાખી રહી છે.
કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, ઇસ્કોન મંદિરો દેશમાં ભકિતવેદાંતનો પ્રચાર કરે છે. ઇસ્કોન આ દેશનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. તેમના આધ્યાત્મિક નેતાની બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યાં હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ઘરો સળગાવવામાં આવી રહ્યા છે.
તેમણે આગળ કહ્યું, અમે બાંગ્લાદેશને સ્વતત્રં અને આત્મનિર્ભર બનાવ્યું છે, તેથી હવે તે અમારી જવાબદારી છે. ત્યાંની સરકારમાં જે ફેરફારો થયા છે તેને સ્વીકારી શકાય નહીં. ત્યાં ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. અમારા અત્યાર સુધી માત્ર એક એફસીડીઓ તરફથી લેખિત નિવેદન આવ્યું છે
બોબ બ્લેકમેનને હાઉસ ઓફ કોમન્સના નેતાનો ટેકો
હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, આ મુદ્દે બોબ બ્લેકમેનનું પગલું યોગ્ય છે. અમે દરેક જગ્યાએ ધર્મ અને આસ્થાની સ્વતંત્રતાનું સમર્થન કરીએ છીએ. જેમાં બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. હત્પં વિદેશમાં આ વિશે બોલું છું. હત્પં અધિકારીઓને આ મુદો જોવા માટે કહીશ. આ મુદ્દા ઉપરાંત, અમે જોઈશું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાને કેવી રીતે રોકી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech