શુક્ર, પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ, તેના કદ અને ખડકાળ રચનાને કારણે તેને પૃથ્વીનો જોડિયા કહેવામાં આવે છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ત્યાંનું વાતાવરણ કદાચ પૃથ્વી જેવું જ હશે. એક નવા સંશોધને આ ધારણાને સંપૂર્ણપણે નકારી કાઢી છે અને કહ્યું છે કે શુક્ર તેની શઆતની અવસ્થાથી જ ઉડ છે. તે કયારેય જીવવા લાયક નહોતું. નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત કેમ્બિ્રજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ, શુક્રની સપાટીની નીચે પાણીનો વિશાળ ભંડાર હોવાની ધારણાને પણ સંશોધનમાં ફગાવી દેવામાં આવી છે. પૃથ્વીનો ૭૧ ટકા હિસ્સો પાણીથી ઢંકાયેલો છે. તેની સરખામણીમાં શુક્રનો આંતરિક ભાગ ઘણો શુષ્ક છે. તેના પ્રારંભિક તબક્કામાં, યારે તેની સપાટી પીગળેલા લાવાથી બનેલી હતી, તે હજુ પણ સંપૂર્ણપણે સૂકી હતી. પાણી જીવન માટે જરી છે. સંશોધન દરમિયાન શુક્ર પર પાણીના ભંડારના કોઈ ચિ઼ો મળ્યા નથી. સંશોધકોમાંના એક ટેરેસા કોન્સ્ટેન્ટિનોએ જણાવ્યું હતું કે શુક્ર પર કયારેય જીવનનો કોઈ નિશાન નથી.
સંશોધકોએ વાળામુખીમાંથી નીકળતા વાયુઓથી ખડકાળ ગ્રહ શુક્રના આંતરિક ભાગ વિશે માહિતી મેળવી હતી. યારે લાવા ગ્રહના કેન્દ્રમાંથી સપાટી પર પહોંચે છે, ત્યારે ઐંડાણમાંથી વાયુઓ બહાર આવે છે. પૃથ્વી પરના વાળામુખીના વાયુઓમાં ૬૦ ટકાથી વધુ પાણી હોય છે. સંશોધકોએ શોધી કાઢું છે કે શુક્ર પરના વાળામુખી વાયુઓમાં છ ટકાથી ઓછું પાણી છે. આ સૂચવે છે કે તેનો આંતરિક ભાગ શુષ્ક છે.
શુક્રનો વ્યાસ લગભગ ૧૨,૦૦૦ કિમી છે, યારે પૃથ્વીનો વ્યાસ ૧૨,૭૫૦ કિમી છે. બે ગ્રહોનો સમૂહ, કદ અને ઘનતા સમાન છે પરંતુ તેમની ઉત્ક્રાંતિ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે અલગ હતી એવું સંશોધકોએ જણાવ્યું હતું. શુક્રનું વાતાવરણીય દબાણ પૃથ્વી કરતા ૯૦ ગણું વધારે છે. તેનું વાતાવરણ ઝેરી છે. તેમાં સલ્યુરિક એસિડના વાદળો છે. આવા વાતાવરણમાં જીવન ખીલી ન શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે, તેમના આગામી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રના હશે: સંજય રાઉત
March 31, 2025 01:44 PMટેકાના ભાવે ચણા અને રાયડાના રજિસ્ટ્રેશન રદ બાબતે કિસાન કોગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ લખ્યો પત્ર
March 31, 2025 01:21 PMનિકાવામાં ઈદ ઉલ ફીત્રની શાનદાર ઉજવણી
March 31, 2025 01:16 PMરામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનનું ભવ્ય આયોજન
March 31, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech