હાપા યાર્ડમાં લીલી મગફળીનું આગમન

  • August 22, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩૭ નંબરની મગફળીના ભાવ રુા. ૧૨૭૦ બોલાયા

જામનગર શહેર તેમજ સમગ્ર હાલારમાં સારા વરસાદ બાદ મેઘાએ લાંબો વરાપ લઇ લીધેલ છે, જગતનો તાત સારા વરસાદની કાગડોળે રાહ જોઇ રહયો છે ત્યારે હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે લીલી મગફળીનું આગમન થયું છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જણસની આવકો નિયમીત આવતી હોય છે, અત્યાર સુધી સુકી મગફળી આવતી હતી, આજે લીલી મગફળી ૩૭ નં. ની આવક થવા પામી છે જેનો રુા. ૧૨૭૦ મણ દીઠ ભાવ ખેડુતને મળ્યો છે.
હાપા યાર્ડમાં ગઇકાલે ૪૮૬૧ ગુણીની જણસ આવક થવા પામી હતી જે ૧૩૯ ખેડુતો લાવ્યા હતા, જે ૧૨૯૫૩ મણ થવા પામી હતી, જે પૈકીની મુખ્ય સૌથી વધુ લસણની આવક હતી જે ૪૧૭૬ મણ થઇ હતી અને તેનો ભાવ ૭૦૦ થી ૧૯૪૦ મળ્યો હતો, જયારે સૌથી ઓછી આવક જુવારની થઇ હતી જે ફકત ૫ ગુણી આવી હતી અને જેનો ભાવ ૯૫૫ થી ૧૦૩૫ બોલાયો હતો અને તે બે ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. અન્ય જણસની આવક જોઇએ તો બાજરી, ઘઉં, મગ, ચણા, એરંડા, રાયડો, કપાસ, જીરુ, અજમો, સોયાબીન અને વટાણાનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application