જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ (જાસ)ની બેઠક જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. દર્દીઓને જરી સારવાર તાત્કાલિક મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં પણ જરી દવા અને સારવારના સાધનો રાખવાનો નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો.
આ સંકલન સમિતિની બેઠકમાં આરોગ્ય વિભાગે પી.પી.ટી.ના માધ્યમથી રાજકોટ જિલ્લાના વર્ષ ૨૦૨૩–૨૪ના આરોગ્યલક્ષી થયેલા તમામ કામો અંગેની વિગતવાર સમીક્ષા કરી હતી. જેમાં જિલ્લાના તાલુકાઓના પી.એચ.સી, સી.એચ.સી.માં ફાળવવામાં આવતી જરી તમામ દવાઓ, મશીનરી, ફર્નિચર, માળખાકીય સુવિધાઓ અને સ્ટાફ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અન્વયે તમામ સરકારી હેલ્થ સેન્ટરોમાં સગર્ભાઓને નિ:શુલ્ક સારવાર આપવા. અને સેન્ટરના ગાયનેક વિભાગને સ્વચ્છ રાખવા અંગે આ બેઠકમાં વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. પી.ડી.યુ. હોસ્પિટલમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન પ્રોગ્રામ અન્વયે વધુને વધુ દર્દીઓના આભા કાર્ડ કઢાવીને ડિજિટલાઈઝેશનના અભિગમ કેળવવા અંગે સૂચના આપવામાં આવી હતી.આ બેઠકમાં રાજકોટ જિલ્લાના તાલુકાઓના તમામ હેલ્થ સેન્ટરોમાં થયેલા કામો અંગે વિગતવાર ચર્ચાઓ કરાઈ અને જિલ્લા વિકાસ અધિકારીએ આ કામો અંગે યોગ્ય સૂચનો કર્યા હતા. ઉપરાંત, ૧૦૮ એમ્બ્યુલેન્સ સેવામાં ઉપયોગમાં લેવાતી ગાડીઓમાં જરી સાધનો અને દવાઓ ઉપલબ્ધ કરાવવા જરી સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ ટી.બી., મલેરીયા, ચીકનગુનિયા, ડેન્ગ્યુ, ઋતુજન્ય રોગો સહિતના રોગોમાં થતાં કામો અંગે આરોગ્ય વિભાગ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.આ બેઠકમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.સિંગ, સી.એચ.ઓ. જે.જી.પોપટ, એમ.ઓ.એચ. જે.એલ.વાકાણી, ડી.ટી.ઓ. જી.જે.મહેતા, ઈ.એમ. ઓ. ડો.અરવિંદ અસ્થાના, ડી.પી.ઓ. ઝલક માતરિયા, ડી.એમ. ઓ. જી.પી. ઉપાધ્યાય સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech