દિલ્હીનું હવામાન સતત ઝેરી બની રહ્યું છે. સવાર-સાંજની ઠંડી સાથે પ્રદુષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે. દિલ્હીની સાથે સાથે આસપાસના શહેરોમાં પણ પ્રદૂષણનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. આજે સવારે દિલ્હીનું એકયુઆઈ એટલે કે એર ક્વોલીટી ઇન્ડેક્સ 217 છે, જે અત્યંત ખરાબ સ્થિતિ ગણી શકાય. જો પરિસ્થિતિ આ ઝડપે બગડતી રહી તો થોડા દિવસો પછી દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ થઈ જશે. દિલ્હીમાં ગૂંગળામણ જેવી સ્થિતિ રહેશે. કેટલાક સમયથી દિલ્હીમાં નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન પ્રદૂષણનું સ્તર નોંધપાત્ર રીતે વધી રહ્યું છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
દિલ્હીમાં આજે સવારે 5 વાગ્યે પ્રદૂષણ સ્તર એટલે કે એર ક્વોલીટી ઇન્ડેક્સ સ્તર 217 નોંધાયું હતું. ઉત્તર પ્રદેશમાં, નોઈડામાં એકયુઆઈ 232, ગ્રેટર નોઈડામાં 238, ગાઝિયાબાદમાં 218 અને હાપુડમાં 257 નોંધાયો હતો. હરિયાણાના ચરખી દાદરીમાં એકયુઆઈ 213 પર પહોંચ્યું, જ્યારે રાજસ્થાનના ભિવડીમાં પ્રદૂષણનું સ્તર 210 પર પહોંચ્યું. 201 થી 300 ની વચ્ચે એકયુઆઈ લેવલ ખરાબ કેટેગરીમાં આવે છે. તે જ સમયે, 301 થી 400 સુધી આ સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. જ્યારે એકયુઆઈ સ્તર 401 થી 500 સુધી પહોંચે છે, ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આવી સ્થિતિમાં દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે.
દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન -1 લાગુ
દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ વચ્ચે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને લોકડાઉનનું લેવલ વન લાગુ કર્યું છે. દિલ્હી-એનસીઆર માટે કેન્દ્રની વાયુ પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ સોમવારે પ્રદેશની રાજ્ય સરકારોને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ-1)ના પ્રથમ તબક્કાને લાગુ કરવા નિર્દેશ આપ્યો છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત ત્રીજા દિવસે ’નબળી’ શ્રેણીમાં છે. ગ્રેપ્ના લેવલ-1ના અમલ પછી, હવે ધૂળના દમન, યોગ્ય કચરાના વ્યવસ્થાપ્ન અને રસ્તાઓની નિયમિત સફાઈ દ્વારા દિલ્હીમાં બાંધકામ સ્થળો પર પ્રદૂષણને નિયંત્રિત કરવા પર ભાર મૂકવામાં આવશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, સોમવારે સાંજે 4 વાગ્યા સુધી દિલ્હીનો 24 કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 234 હતો.
દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ
પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે, દિલ્હી સરકારે સોમવારે શહેરમાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે, જે 1 જાન્યુઆરી, 2025 સુધી અમલમાં રહેશે. પ્રતિબંધ પર પ્રતિક્રિયા આપતા, ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમે દિવાળી દરમિયાન ફટાકડા પર વાર્ષિક પ્રતિબંધ લાદવાના તર્ક પર સવાલ ઉઠાવ્યા હતા અને આમ આદમી પાર્ટી સરકાર પર કોઈપણ વૈજ્ઞાનિક પુરાવા રજૂ કયર્િ વિના તેને લાદવાનો આરોપ લગાવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech