શહેરના જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતા લાભુબેન ભીખાભાઈ પરમાર નામના મહાપાલિકાના સફાઈ કામદારને બીમાર, અશકત બતાવી રાજીનામુ અપાવી તેમની જગ્યાએ તેમના વારસદારને નોકરી અપાવવાની લાલચ આપી પરસાણાનગરમાં રહેતા મનોજ ગોકુલભાઈ ટીમાણિયા નામના ઈસમે ત્રણ લાખ રૂપિયા તેમજ અન્ય ખર્ચાના કહીને નાણા પડાવ્યાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને સંબોધી લેખિત ફરિયાદ (અરજી) કરાઈ છે.
શારિરીક અશકત સફાઈ કામદારના સ્થાને તમના વારસદારોને નોકરી મળતી હોવાની જોગવાઈ મુજબ મજોને લાભુબેનને ચાર વર્ષ પૂર્વે રાજીનામુ અપાવવા અને મંજૂર કરાવી દેવાનું કહી દોઢ લાખ રૂપિયા ૧૧–૩–૨૦ના રોજ પડવ્યા હતા આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાંથી બીમારીવાળુ સટિર્ફિકેટ મેળવવા ૧૬૦૦૦ રૂપિયા લીધા હતા. અન્ય નામ કામના નામે કટકે કટકે ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા અને રાજીનામુ મંજૂર થયુ નહતું. મનોજ દ્રારા વાયદા કરાતા રહેતા હતા.
રાજીનામુ નામંજૂર થયાનો મનપા વોર્ડ નં.૫માંથી પત્ર મળતા મનોજ ફરી બીજી વખત રાજીનામુ અપાવ્યું હતું. અરજીમાં સિવિલ હોસ્પિટલના સતાવાહક સામે પણ સટિર્ફિકેટ આપવા અંગે સંડોવણી હોવાના આક્ષેપ કરાયા છે. સમગ્ર મામલે આક્ષેપોમાં સત્ય શું છે. તે તપાસનો મુદ્દો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech