જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન અને વહિવટી તંત્રને કામ કરનાર અંગેની સંપૂર્ણ વિગત આપવા લોકોને અપીલ
હાલના પ્રવર્તમાન સંજોગોમાં અનેક ઘર માલિકો પોતાના ઘરે ઘરકામ માટે ઘરઘાટીઓ રાખે છે. મોટા ભાગે આવા ઘરઘાટીઓ પરપ્રાંત તથા બીજા જિલ્લાના હોય છે. તેઓ અવાર-નવાર જે જગ્યાએ કામ કરે છે તે જગ્યાએ અગર આજુ બાજુમાં રહેતા લોકોના ઘરમાં અને ધંધાના સ્થળે જઈ ચોરી, લુંટ, ગંભીર પ્રકારના હુમલા કરી લોકોની જીંદગીની ખુંવારી થાય અથવા લોકોની સંપતિને નુકશાન થાય તેવુ કૃત્ય કરે છે. આવા ઘરઘાટીઓ ગંભીર પ્રકારના ગુન્હા કરી નાસી જાય છે. ઘરઘાટીને નોકરીએ રાખનાર માલિક પાસે આવા ઘરઘાટીના ટુંકા નામ સિવાય વિશેષ કોઈ માહિતી હોતી નથી, જેને કારણે આવા ગુન્હેગાર ઘરઘાટીઓને પકડવાનું અને ગુન્હો શોધવાનું મુશ્કેલ બને છે. તેથી કાયદો અને વ્યવસ્થા તેમજ લોકોની જીંદગીની અને સંપતિની સલામતિ જળવાઈ રહે તે માટે પરપ્રાંત તથા બીજા જિલ્લાના લોકોને ઘરઘાટી તરીકે રાખતા માલિકો ઉપર નિયંત્રણ મુકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેર દ્વારા જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. જે અનુસાર જામનગર જિલ્લામાં કોઈપણ વ્યકિત પોતાના ઘરમાં પરપ્રાંતના તથા બીજા જિલ્લાના હોય તેવા વ્યકિતને કામ માટે રાખે ત્યારે તેણે નીચે જણાવેલ જરૂરી વિગતો અને આધારો સબંધિત પોલીસ સ્ટેશનને રૂબરૂમાં અગર તો ટપાલથી મોકલી આપવાના રહેશે.
ઘરઘાટીનું પુરૂ નામ, સરનામું, ઉમર, (ફોટો આઈ.ડી. પ્રુફની નકલ સાથે), ઘરઘાટીનું હાલનું રહેણાંકનું સરનામુ તથા મોબાઈલ નંબર કે સંપર્ક નંબર, તેની સાથે બીજા માણસો રહેતા હોય તો તેના નામ-સરનામા, જેના ઘરે ઘરઘાટી કામ કરતા હોય તે માલીકનું નામ-સરનામું, કોઈ મારફતે ઘરઘાટી તરીકે રાખેલ હોય તો તેવા મધ્યસ્થીનું નામ-સરનામુ, અગાઉ ઘરઘાટી તરીકે કોઈ જગ્યાએ કામ કરેલ હોય તો તેના માલિકનું નામ-સરનામુ, સ્થાનિકમાં ઘરઘાટીના ઓળખીતા રહેતા હોય તો તેના નામ-સરનામા અને ફોન નંબર, ઘરઘાટીના વતનનું પુરૂ સરનામું, વતનમાં રહેતા માતા, પિતા, ભાઈ, બહેનની વિગત, પરણિત હોય તો પત્ની/પતિનું તથા સસરાનું સરનામું, ઘરઘાટીની ઉચાઈ, દેખાવનું વર્ણન, અભ્યાસ તથા ઓળખી શકાય તેવી શારીરીક કોઈ નિશાની પૈકી શકય હોય તેટલી વિગતો આપવી. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.આ હુકમ તા.28/10/2024 થી તા.27/12/2024 સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech