અર્જુન કપૂર સાથે બ્રેકઅપની અટકળો વચ્ચે અભિનેત્રીએ તોડ્યું મૌન
મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બ્રેકઅપના સમાચારને લઇ ચર્ચામાં છે. એવા અહેવાલો હતા કે 6 વર્ષ સુધી સંબંધમાં આવ્યા પછી બંને અલગ થઇ રહ્યા છે.જ્યારે ગર્લફ્રેન્ડ મલાઇકા અર્જુનના જન્મદિવસની ઉજવણીથી દૂર રહી હતી અને અફવાઓ વચ્ચે શુભેચ્છા પણ પાઠવી ન હતી. હવે મલાઇકાએ પ્રેમ વિશે વાત કરી છે.
અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના નામ ચોક્કસપણે બી-ટાઉનના પાવર યુગલોની સૂચિમાં લેવામાં આવ્યા છે, પરંતુ 6 વર્ષના સંબંધોમાં તિરાડોના અહેવાલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અર્જુન અને મલાઇકા અલગ થઈ ગયા છે. જ્યારે મલાઇકા અર્જુનના જન્મદિવસની ઉજવણીમાં પહોંચી ન હતી ત્યારે આ અટકળોને વધુ હવા મળી હતી.માત્ર આ જ નહીં બોયફ્રેન્ડ અર્જુન કપૂર પર પ્રેમ લૂટાવનારી મલાઇકા અરોરાએ જન્મ દિવસે બર્થ ડે વિસ કરતી પોસ્ટ પણ કરી ન હતી.આ બાબતો પછી લોકો માની રહ્યા છે કે મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થયુ છે. બંનેમાંથી કોઈએ હજી સુધી બ્રેકઅપ પર મોહર મારી નથી. તાજેતરમાં મલાઇકાએ આ અફવાઓ વચ્ચે પહેલીવાર નિવેદન આપ્યું છે.
મલાઇકા અરોરાએ 1998 માં અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા, જેનાથી એક પુત્ર અરહન ખાન છે. 19 વર્ષ પછી મલાઇકા અને અરબાઝે 2017 માં છૂટાછેડા લીધા હતા. માત્ર એક વર્ષ પછી મલાઇકાએ અર્જુનને ડેટિંગ કરવાનું શરૂ કર્યું. આ માટે તેણે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો.
મલાઇકાને હજી પણ પ્રેમમાં ખાતરી
હવે મલાઇકા અરોરાના બ્રેકઅપના અહેવાલો આવી રહ્યા છે. આ વચ્ચે અભિનેત્રીએ કહ્યું કે તે ક્યારેય પ્રેમનો ત્યાગ કરશે નહીં. એક વાતચીતમાં, જ્યારે મલાઇકાને પ્રેમ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે પોતાને રોમેન્ટિક તરીકે વર્ણવ્યું અને કહ્યું- સાચા પ્રેમનો વિચાર ક્યારેય નહીં છોડું. ભલે ગમે તે થાય. હું એક વૃશ્ચિક રાશિની છોકરી છું, તેથી હું અંત સુધી પ્રેમ માટે લડીશ હું ખૂબ યથાર્થવાદી પણ છું અને બોર્ડર ક્યાં દોરવી તે જાણું છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech