બડે મિયાં છોટે મિયાં જેવી એક્શન ફિલ્મો બાદ અક્ષય કુમાર કોમેડી ફિલ્મો તરફ વળતો જોવા મળશે. તેની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહેલી ફિલ્મો વેલકમ ટુ ધ જંગલ અને હાઉસફુલ 5 આવનારા સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન વેલકમ 3ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં, વેલકમ-3 એટલે કે વેલકમ ટુ ધ જંગલનો એક મજેદાર વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં સંજય દત્ત સહિત ફિલ્મની આખી સ્ટારકાસ્ટની ઝલક જોવા મળી હતી. હવે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંજયે શૂટિંગની વચ્ચે જ આ ફિલ્મમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
માહિતી અનુસાર અભિનેતા સંજય દત્ત ફિલ્મની સ્ક્રિપ્ટમાં વારંવાર ફેરફાર અને શૂટિંગ શિડ્યુલમાં ફેરફારને કારણે ખૂબ જ પરેશાન થવા લાગ્યો હતો અને તેથી જ તેણે વેલકમ-3 છોડી દીધી છે. ત્યારે અક્ષય કુમારની આ કોમેડી ફિલ્મ માટે આ એક મોટો ફટકો હોવાનું માનવામાં આવે છે.
જો સંજય દત્ત ખરેખર વેલકમ ટુ ધ જંગલમાંથી બહાર થઈ ગયો છે, તો ચાહકો ચોક્કસ નિરાશ થવાના છે. કારણ કે કોમેડી ફિલ્મોમાં સંજય કેવી રીતે પોતાનો અભિનય બતાવે છે તે આપણે ધમાલ, ઓલ ધ બેસ્ટ અને મુન્નાભાઈ એમબીબીએસ જેવી ફિલ્મોમાં અગાઉ ઘણી વખત જોયુ છે. વેલકમ 3 આ વર્ષે ક્રિસમસના સમયે થીયેટરમાં રિલીઝ થવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech