પાટણ જિલ્લાના ઇંગ્લીશ દારૂના કેસમાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી જામનગરમાંથી એલસીબીના હાથે ઝડપાયો

  • September 25, 2023 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા એક શખ્સ સામે પાટણ પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂ અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો, જેમાં એક વર્ષથી પોતે ફરાર હતો, જે આરોપી જામનગર આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી ની ટીમે ઝડપી લીધો છે, અને પાટણ જિલ્લાના સાતલપુર પોલીસ ને સુપ્રત કર્યો છે.


જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતો ધર્મેશ ઉર્ફે ધમો નરસિંભાઈ ગોરસરા કે જેની સામે આજથી એક વર્ષ પહેલાં પાટણ જિલ્લાના સાતલપુર પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂ અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં છેલ્લા એક વર્ષથી પોતે નાસતો ફરતો રહ્યો હતો.


ઉપરોક્ત આરોપી જામનગરમાં કાલાવડ નાકા બહાર આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમને મળી ગઈ હોવાથી તેને ઝડપી લીધો હતો, અને પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસને સુપ્રત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application