મોરબીમાં બાળકીને અડપલાં કરી હત્યા કરનાર આરોપી ઝડપાયો

  • October 23, 2023 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના લખધીરપુર રોડ પરની સિરામિક ફેકટરીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકની દીકરી સાથે શારીરિક અડપલા કરી ચેનચાળા કર્યા હતા જેથી બાળકીએ દેકારો કરતા આરોપીએ માસૂમને મોતને ઘાટ ઉતારી દીધી હતી જે હત્યાના બનાવ મામલે મૃતકના પિતાની ફરિયાદને પગલે પોલીસે એક ઇસમ વિદ્ધ હત્યા અને પોકસો એકટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં આરોપીને ઝડપી લેવામાં પોલીસ ટીમને સફળતા મળી છે.
મોરબીના લખધીરપુર રોડ પરની ફેકટરીમાં રહીને મજુરી કરતા પિતાએ સિરામિક ફેકટરીમાં કામ કરતા આરોપી રવિ મનસુખભાઈ મેંદપરા વિદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની દીકરીને આરોપી રવિ મેંદપરા લખધીરપુર રોડ પર આવેલ ફેકટરીના ગોડાઉનમાં લઇ ગયો હતો અને માસૂમ બાળકી સાથે શરીરે અડપલા અને ચેનચાળા કરતો હતો

જેથી ફરિયાદીની માસૂમ દીકરીએ દેકારો કરી અવાજ કર્યેા હતો જેથી આરોપીએ માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારી હત્યા નીપજાવી હતી મોરબી તાલુકા પોલીસે આરોપી રવિ મેંદપરા વિદ્ધ આઈપીસી કલમ ૩૦૨, ૩૫૪ (એ), (૧) તથા પોકસો એકટ કલમ ૧૨,૧૮ ,મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં આરોપી રવિ મનસુખભાઈ મેંદપરાની તપાસ ચલાવતા આરોપી રવિ મેંદપરા (ઉ.વ.૨૯) રહે શિવ પેલેસ, સિદ્ધિ વિનાયક ટાઉનશીપ મહેન્દ્રનગર ચોકડી પાસે મોરબી ૨ વાળાને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા ગુનો આચર્યાની કબુલાત આપી હતી જેથી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જે કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ કે એ વાળા, પીએસઆઈ વી જી જેઠવા, તાલુકા પોલીસ સ્ટેફ તેમજ એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ એન એચ ચુડાસમા, કે એચ ભોચીયા સહિતની ટીમ અને એલસીબી સ્ટાફ જોડાયેલ હત



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application