બનાવટી નંબર પ્લેટ લગાવી ઠગાઇ કરવાના ગુન્હામાં આરોપીનો થયો નિર્દોષ છૂટકારો

  • September 11, 2024 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બનાવટી નંબર પ્લેટ લગાવી ઠગાઇ કરવાના ગુન્હામાં આરોપીનો થયો નિર્દોષ છૂટકારો થયો છે.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ સને ૨૦૧૯માં પોરબંદરના રાણાવાવ ખાખરીયા ત્રણ રસ્તા પાસે પોતાના કબ્જા હવાલાવાળો આઇસર ટ્રકમાં આર.ટી.ઓ. ટેકસ ચોરી કરવા માટે વિશ્ર્વાસઘાત, છેતરપીંડી, ઠગાઇ કરી બનાવટી નંબર પ્લેટ કે જે બીજાના વાહન સાથે રજીસ્ટર હતી તે લગાવી, આરોપી પાસે રહેલ નંબર પ્લેટ બનાવટી અને ખોટી હોવાનું આરોપી જાણતા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરતા હોવાની હકીકત રાણાવાવ પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમ્યાન ખુલવા  પામતા રાણાવાવ પોલીસે આ ટ્રકના  માલિક તથા ડ્રાઇવર રાહુલ મુ‚ભાઇ ઓડેદરા સામે રાણાવાવ પોલીસે આઇ.પી.સી. કલમ મુજબનો ગુન્હો નોંધી આરોપીની અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીને જામીન ઉપર મુકત કરવામાં આવેલો. ત્યારબાદ પોલીસે આરોપી વિ‚ધ્ધ ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને સમન્સ કરી હાજર થવાનો હુકમ કરતા આરોપી કોર્ટમાં તેઓના વકીલ સાથે હાજર થયેલા અને ગુન્હો કર્યાનો ઇન્કાર કરતા કેસની ટ્રાયલ ચલાવવામાં આવેલી. જેમાં આરોપી તરફે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ વતી વકીલો રોકાયેલા અને ફરીયાદપક્ષે સરકારી વકીલ રોકાયેલા હતા. ફરીયાદપક્ષે એકથી વધારે સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવાઓ આરોપી વિ‚ધ્ધમાં રજૂ કરવામાં આવેલા અને આરોપીપક્ષના વકીલે સાક્ષીઓ તથા રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓનું કાયદા મુજબ ખંડન કરવામાં આવેલુ અને બન્ને પક્ષે વકીલો દ્વારા પોતપોતાનો કેસ માનવા માટે દલીલો પણ કરવામાં આવેલી.
આમ, આરોપીપક્ષે દલીલો કરી જણાવવામાં આવેલ કે અમારા અસીલ નિર્દોષ છે, કોઇ જ ગુન્હો કરેલ નથી, ફરીયાદીએ પોતાની ફરીયાદને સમર્થન આપેલ નથી, ફરીયાદમાં સ્વતંત્ર સાહેદોના નિવેદનો લેવામાં આવેલ નથી, ઉપરાંત દલીલો કરી  જણાવેલ કે ફરીયાદની વિગતના આક્ષેપો ફરિયાદી રેકર્ડ પર લાવેલ નથી. આમ ફરીયાદપક્ષ દ્વારા ગુન્હો સાબિત કરવામાં ફરીયાદી નિષ્ફળ નિવડેલ હોય આરોપીને છોડી મુકવાનો હુકમ કરવા અરજ કરવામાં આવેલી.
ત્યારબાદ કોર્ટે આરોપી રાહુલ મુરુભાઇ ઓડેદરાને આઇ.પી.સી. કલમ મુજબ સજાને પાત્ર ગુન્હામાંથી શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ અદાલતમાં જાહેર કરેલો
આ કામમાં આરોપીપક્ષે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફીસ તરફથી એમ.જી. શીંગરખીયા, એન.જી. જોષી, એમ.ડી.જુંગી, વી.જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, જિજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા તથા પંકજ બી. પરમાર રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application