મહુવા પોલીસ મથકમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નસતા-ફરતા આરોપીને નાસતા ફરતા સ્કોર્ડ-મહુવા ડિવિઝન ટીમે ઝડપી લઈ ભોગ બનનાર સગીરાને મુક્ત કરાવી હતી.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમારે ભાવનગર રેન્જના જીલ્લાઓમા નાસતા ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસતા ફરતા સ્કોર્ડની રચના કરી નાસતા -ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય અને જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન દ્વારા નાસતા-ફરતા સ્કોર્ડની રચના કરી સતત જરૂરી સુચના અને યોગ્ય માર્ગદર્શન હેઠળ મહુવા ડિવિઝનના નાસતા ફરતા સ્કોર્ડના પોલીસ સ્ટાફ દ્વારા મહુવા પોલીસ મથકના ગુ.ર.નં-૧૧૧૯૮૦૩૫૨૨૧૧૦૮/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૩૬૩,૩૬૬,૩૭૬ વિ.મુજબના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી લીસ્ટેડ નાસત-ફરતા હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સની મદદથી ઇન્દોર, મધ્યપ્રદેશ રાજયમાંથી ભોગ બનનાર સગીરા સાથે મળી આવતા સગીરાને મુક્ત કરાવી આરોપી પહાડસિંહ ઉર્ફે પારસ મડીયાભાઈ પીડીયાભાઈ રાવત (ઉ.વ. ૨૭ ધંધો- કડીયાકામ, મજૂર રહે- હાલ પ્લોટ નં-૪૬) ની ધરપકડ કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech