સગીરાના અપહરણના ગુન્હાનો આરોપી ચાર વર્ષે ઝડપાયો

  • September 10, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગારીયાધાર પોલીસ મથકમાં  દાખલ થયેલ કાયદેસરના વાલીપણાંમાંથી લગ્નના ઇરાદે અપહરણના ગુન્હામાં છેલ્લાં ચારેક વર્ષથી નાસતાં-ફરતા આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો.   
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કાયદેસરના વાલીપણાંમાંથી લગ્નના ઇરાદે અપહરણના ગુન્હામાં નાસતાં-ફરતા આરોપી સુનિલભાઇ બાબુભાઇ સોલંકી (રહે.લુસડી તા.મહુવા જી.ભાવનગર હાલ-ગારીયાધાર) ખોડવદરી ગામે રોડ ઉપર ઉભેલ છે. જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી  સુનિલ બાબુભાઇ સોલંકી (ઉ.વ.૩૧ ધંધો-મજુરી રહે.લુસડી તા.મહુવા જી.ભાવનગર હાલ-ભોકડવા તા.સાવર કુંડલા જી.અમરેલી)ને ઝડપી લીધો હતો. આરોપી સામે ગારીયાધાર પોલીસ મથકમાં  પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૯૨૦૦૬૮૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ-૩૬૩, ૩૬૬ મુજબનો ગુન્હો નોંધાયો હતો. આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા અને શૈલેષભાઇ ચાવડા સહિતના જોડાયા હતા.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application