કુતિયાણા વિસ્તારની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં આરોપીને ૨૦ વર્ષની સજા પડી છે જેમાં કુતિયાણા ઉપરાંત જૂનાગઢ, ઉપલેટા, રાજકોટ અને વડોદરા લઇ ગયો ત્યાં ઝૂંપડામાં પણ શરીર સબંધ બાંધ્યો હતો. સ્પેશ્યલ પોકસો કોર્ટે નોંધપાત્ર ચૂકાદો આપ્યો હતો.
આ કામની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપી સુનિલ ભીખુભાઇ પરમારે ગઇ તા. ૧૯-૧૧-૨૦૨૧ના રોજ કલાક ૧૨ થી કલાક ૧૫ વાગ્યાના અરસામાં આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી(કિશોરી) ભોગ બનનારની અણસમજુતા તથા ભોળપણનો લાભ લઇને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભોગ બનનારના માતા-પિતનાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી મોટરસાયકલમાં ભોગ બનનારને બેસાડી લઇ જઇ ભોગ બનનાર સાથે પ્રથમ વખત કુતિયાણા માંજાપરા વિસ્તારમાં ભોગ બનનારની મરજી વિધ્ધ શરીર સબંધ બાંધેલ હતો. ત્યાર પછી આરોપી ભોગ બનનારને લઇ જુનાગઢ ગયેલ ત્યાંથી ઉપલેટા થઇ રાજકોટ ગયેલ ત્યારબાદ આરોપી ભોગ બનનારને બરોડા લઇ ગયેલ ત્યાં તેઓ ઝૂંપડામાં રહેતા હતા તે દરમ્યાન પણ આરોપી દ્વારા ભોગ બનનાર સાથે તેણીની મરજી વિધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધેલ હતો. જે અન્વયે આ કામના ફરીયાદી દ્વારા બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા આ કામના આરોપી વિધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ તથા પોકસો એકટની કલમ મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને આરોપી વિધ્ધ પુરતા પુરાવા હોય તપાસ કરનાર અધિકારી દ્વારા કોર્ટમાં ઉપરોકત નંબરથી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હતુ.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૪૪ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૧૬ સાહેદો તપાસવામાં આવેલા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજૂ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી સુનિલ ભીખુભાઇ પરમાર રહે. કુતિયાણા, માંજા વિસ્તાર, તા. કુતિયાણાને એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા આઇ.પી.સી.ની કલમ તથા પોકસો એકટની કલમ મુજબના ગુન્હામાં કસુરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા કુલ ા. ૨૮ હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech