વેપારીને પાંચ વર્ષ સુધી અંધારામાં રાખી એકાઉન્ટન્ટે કરી ૨.૨૭ કરોડની ઉચાપત

  • September 14, 2023 05:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના મવડી બાયપાસ પાસેના રોયલ પાર્કમાં રહેતો અને લમીનગર મેઈન રોડ પર ત્રિમૂર્તિ ટાવરમાં ઋષિ એન્ટરપ્રાઈઝ નામે વેપારી પેઢી ધરાવતા વ્રજેશ પરસોતમભાઈ ગઢિયા સાથે પેઢીના એકાઉન્ટન્ટ મવડી ગામ પાસે સેટેલાઈટ પાર્કમાં રહેતા બાલકૃષ્ણ પ્રવિણભાઈ ગઢિયાએ ૨,૨૭,૩૧,૫૨૪ રૂપિયાની ઉચાપત કર્યાનો બનાવ માલવિયાનગર પોલીસે નોંધાતા આરોપી સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદની વિગતો મુજબ દશ વર્ષથી કેમિકલ તથા મિનલ્સનો વેપાર ધરાવતા વ્રજેશ ગઢિયાની પેઢીનું એકાઉન્ટ પ્રવિણ ગઢિયા કે જેની ઓફિસ આલ્ફાવન બિલ્ડિંગ ૧૫૦ ફટ રિંગરોડ પર આવેલી છે તે સંભાળતા હતા.

એક જ જ્ઞાતિના અને નજીકના પરિચિત હોવાથી વિશ્ર્વાસનાં કારણે વેપારી વ્રજેશે પેઢીના યુઝર આઈડી તથા પાસવર્ડ બાલકૃષ્ણભાઈ પ્રવિણભાઈને આપ્યા હતા. પેઢી સાથે ૨૦૧૭થી ૨૦૨૩ સુધીમાં બાલકૃષ્ણ દ્રારા કરાયેલા ૨.૨૭ કરોડના કૌભાંડનો ભાંડો વેપારી વ્રજેશને એક મેસેજ આવતા ફટયો હતો.છ માસ પહેલા ૧૩–૩–૨૩ના રોજ વેપારીને તેની પેઢીના એકાઉન્ટમાંથી ૧.૦૮ લાખ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. જેથી વ્રજેશભાઈ ચમકયા હતા અને તુરતં જ એકાઉન્ટન્ટ બાલકૃષ્ણ ગઢિયાને પૂછતા તેણે કર્મચારીના પગારના કપાયા હશે તેવો જવાબ વાળ્યો હતો જો કે, પેઢીમાં કર્મચારી ન હોય અને કોઈ પગારની રકમ પણ ચૂકવ્યાની નહતી જેથી એકાઉન્ટન્ટે ગલ્લાતલ્લા કર્યા હતા અને પાંચ મિનિટ બાદ ફરી એકાઉન્ટમાં ૧.૦૮ લાખ જમા થઈ ગયા હતા.
વેપારીને એકાઉન્ટન્ટ બાલકૃષ્ણના કરતુતો પર શંકા ઉપજી હતી અન તની પાસેથી પેઢીનું એકાઉન્ટ તમામ સાહિત્ય યુઝર આઈડી, પાસવર્ડ લઈ લીધા હતા. એકાઉન્ટનું કામ અન્ય પરિચિત મહેશભાઈ કાંતિભાઈ પાનસુરિયાને સોંપ્યું હતું. તથા એકાઉન્ટના આગળ પાછળના હિસાબો એન્ટ્રીઓ ચકાસાવાઈ હતી જેમાં પૂર્વ એકાઉન્ટન્ટ બાલકૃષ્ણએ ૨૦૧૭થી ૨૦૨૩ દરમિયાન પાંચ વર્ષના સમયગાળામાં વેપારી વ્રજેશ ગઢિયા સાથે ગદારી કરી ૨૭,૩૧,૫૨૪ રૂપિયા જીએસટીના ચલણ કરતા વધુ ઉપાડયા ઉપરાંત અલગ અલગ ૧૩૫ એન્ટ્રીઓ મારફત બે કરોડ રૂપિયા જેવી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.
સમગ્ર કૌભાંડ અંગે વેપારી વ્રજેશ ગઢિયા દ્રારા પેઢીના પૂર્વ એકાઉન્ટન્ટ બાલકૃષ્ણ ગઢિયા સામે માલવિયાનગર પોલીસ મથકમાં છેતરપિંડી, વિશ્ર્વાસઘાત આચર્યાના આરોપસર ગુનો નોંધાવાતા પોલીસે આરોપીની ધરપકડ કરી તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application