ખંભાળીયા, દ્વારકા, લાલપુર વિસ્તારમાં પવનચકકીના ટાવરમાંથી વાયર ચોરીના ગુનામા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા એલસીબીએ પકડી લીધો હતો.
દેવભુમી દ્વારકા એસપી નિતેશ પાંડેયએ આગામી લોકસભાની ચુંટણીને આદર્શ આચરસહિતના કડકાઇથી અમલીકરણ માટે જીલ્લાભરના નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના આપેલ હોય જે અન્વયે એલસીબી પીઆઇ કે.કે. ગોહીલે ટીમને જરુરી માર્ગદર્શન આપેલ.
જેથી એલસીબી પીએસઆઇ એ.એલ. બારસીયાની રાહબરી હેઠળ જિલ્લામાથી ચોરીના ગુનાઓના નાશતા ફરતા આરોપીઓને પકડી પાડવા સ્ટાફ સાથે પેટ્રોલીંમા હતા. દરમ્યાન ટીમના એએસઆઇ મશરીભાઇ ભારવાડીયા તથા હેડ કોન્સ. ભરતભાઇ જમોડ, લાખાભાઇ પીંડારીયાને ખાનગી હકીકત મળેલ કે એકાદ વર્ષ પહેલા ખંભાળીયા તથા લાલપુર, દ્વારકા વિસ્તારમાં આવેલ પવનચકકીના અલગ અલગ ૨૦ ટાવરોમાં ચોરી થઇ હતી જે ગુનાનો નાસતો ફરતો આરોપી ખંભાળી ખાતે દ્વારકા હાઇવે પાયલ હોટેલ પાસે આવેલ હોવાની ચોકકસ હકીકત મેળવી નિયમોનુસાર કાર્યવાહી કરી હકીકત આધારે અરોપીને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી માટે ખંભાળીયા પોલીસ સ્ટેશન સોપી આપ્યો હતો.
હાલ સિકકા કારાભુંગામાં રહેતા મુળ વાડીનાર ધારના મહેબુબ ઉર્ફે ડાડલો જુનસ સુભણીયાને પકડી લીધો હતો. આરોપી ખંભાળીયા, દ્વારકા, લાલપુરના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરે છે. જામનગરના પડાણા અને વાડીનારમા ગુના નોંધાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech