પાલીતાણાની વાળુકડ ગામની લોક વિદ્યાલય ખાતે શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમત-ગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે હોસ્પિટલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, લોકોને ઘર આંગણે જ આરોગ્યની શ્રેષ્ઠ સેવાઓ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબધ્ધ છે. વાળુકડ ગામે હોસ્પિટલનું ખાતમુહુર્ત કર્યું છે તેનું લોકાર્પણ પણ ખૂબ જ ટૂંકા સમયગાળામાં કરવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, રૂ. ૫ કરોડના ખર્ચે નવી હોસ્પિટલ નિર્માણ પામશે. જેમાં ૨૫ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. હોસ્પિટલમાં મોબાઈલ ક્લિનિક, ઈમરજન્સી સેવા, મેડિકલ સેવા પુરી પાડવામાં આવશે.આ હોસ્પિટલ થકી વાળુકડ ગામના લોકોને તો લાભ મળશે પરંતુ તેની આસપાસના ૨૫ ગામોને પણ આરોગ્યની સેવાનો લાભ મળી રહેશે. સાચી જાણકારીના અભાવે ઘણાં લોકો સારવાર કરાવી શકતાં નથી, જો સમયસર સારવાર અને નિદાન કરાવવામાં આવે તો ઘણાં રોગોથી મુક્તિ મેળવી શકાય છે. વાળુકડની લોકવિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી નાનુભાઈ શિરોયા, માયલાન લેબોરેટરી લિ.ના હેડ મિશેલ ડોમીનિકા, અરૂણ શર્મા, જિલ્લા પંચાયતના સભ્ય ઘનશ્યામભાઈ શિહોરા, આચાર્ય મુકેશભાઈ પટેલ સહિત વાળુકડ ગામના ગ્રામજનો તેમજ લોકવિદ્યાલયના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech