યુકેએ સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરવા સામે કડક નિયમો લાગુ કર્યા

  • August 24, 2023 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાયર એયુકેશન માટે યુકે આવેલા અને અહીં જોબ શોધી લેવાની યોજના ધરાવતા સ્ટુડન્ટ માટે મુશ્કેલી વધી છે. યુકેએ સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરવા સામે કડક નિયમો લાગુ કર્યા છે. તેથી વિધાર્થીઓએ તેનો વિરોધ શ કરી દીધો છે. આ અંગે એક સહી ઝુંબેશ શ કરવામાં આવી છે જેના પડઘા બ્રિટિશ સંસદ સુધી પડી શકે.

યુકેને સ્કિલ્ડ વર્કર્સની જર છે, પરંતુ સ્ટુડન્ટ વિઝા પર લાખોની સંખ્યામાં યુવાનો યુકે આવે અને પછી વર્ક વિઝા પર કામ કરવા લાગે તે તેને પસદં નથી. તેના કારણે સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરાવવા પર આકરા પ્રતિબધં લાદી દીધા છે. આ કડક નિયમો તાજેતરમાં જ અમલમાં આવ્યા છે. જેના કારણે અહી અભ્યાસ કરીને પછી વર્ક વિઝા મેળવી લેવાશે તેવું માનીને આવેલા સ્ટુડન્ટને આંચકો લાગ્યો છે. ખાસ કરીને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ઘણા વિધાર્થીઓ અહીં સ્ટુડન્ટ વિઝા પર આવીને કામકાજ શોધી લેવાનો ઈરાદો ધરાવતા હોય છે.

યુકે એ સ્ટુડન્ટ વિઝામાં અત્યાર સુધી મળતી કેટલીક છુટછાટો બધં કરી તેની સામે હજારો વિધાર્થીઓએ વિરોધ શ કર્યેા છે અને એક સહી ઝુંબેશ ચાલુ કરી છે. જે લોકોને સરકારના આ નિયમો સામે વિરોધ હોય તેઓ આ સહી ઝુંબેશમાં ઓનલાઈન પણ જોડાઈ શકે છે. આગામી જાન્યુઆરી ૨૦૨૪ સુધી આવી સહીઓ એકત્ર કરવામાં આવશે અને પછી તેના આધારે યુકે સરકાર પાસે માગણીઓ મુકવામાં આવશે.

સરકારનું કહેવું છે કે હાયર એયુકેશન માટે અહી આવતા ઘણા વિધાર્થીઓ સ્ટુડન્ટ વિઝાની શરતોનો ભગં કરે છે અને તેમની યોજના ભણવાના બદલે જોબ કરવાની હોય છે. વિધાર્થીઓ અભ્યાસ ચાલુ હોય તે દરમિયાન જ સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરવા માટે અરજી કરી દેતા હોય છે.

સરકારના આ નિર્ણય સામે લગભગ ૨૦,૦૦૦થી વધુ લોકોએ સહી કરી છે અને હજુ ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ સુધી સહી ઝુંબેશ ચાલુ રહેશે. જો આ અભિયાનમાં એક લાખ લોકોની સહી મળે તો તેને ચર્ચા માટે યુકેની સંસદ સમક્ષ મુકવામાં આવશે. જો આમ થાય તો યુકે સરકારે પોતાની શરતો હળવી કરવી પડશે અને વિદેશી વિધાર્થીઓને રાહત આપવી પડશે.

આ પિટિશનમાં કેટલીક માગણીઓ મુકવામાં આવી છે. તેમાં ખાસ માગણી એ છે કે યુકેમાં જે વિધાર્થીઓ પહેલેથી અભ્યાસ કરી રહ્યા છે તેમને આ નવા કાયદામાંથી બાકાત રાખવામાં આવે. તેમાં કહેવાયું છે કે આગામી જાન્યુઆરીથી જે નવા વિધાર્થીઓ કોલેજ કે યુનિવર્સિટીઓમાં જોડાય તેમને જ આ કાયદો લાગુ થવો જોઈએ. અત્યારે જે વિદેશી વિધાર્થીઓ યુકે આવ્યા છે તેઓ એમ માનીને જ આવ્યા હતા કે તેઓ સ્ટુડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરીને જોબ કરી શકશે. તેથી નવા કાયદાથી તેમને સૌથી વધુ આંચકો લાગ્યો છે


કાયદો પાછલી અસરથી લાગુ થવો ન જોઈએ, વિધાર્થીઓનો મત
આ ઉપરાંત ભારત, પાકિસ્તાન સહિતના દેશોના સ્ટુડન્ટનું એમ પણ કહેવું છે કે યુકેનો નવો કાયદો નેચરલ જસ્ટિસ એટલે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિદ્ધ છે. કોઈ પણ કાયદો પાછલી અસરથી લાગુ થવો ન જોઈએ. યુકેએ નિયંત્રણો મુકવા હોય તો આગામી વર્ષથી જે વિધાર્થીઓ આવવાના હોય તેમના માટે કાયદો લાગુ કરી શકે છે. નવા કાયદા પ્રમાણે જે લોકો સ્ટુડન્ટ વિઝા પર આવ્યા છે તેમણે યુકેમાં કોર્સ પૂરો થતાની સાથે જ પોતાના દેશ જતા રહેવું પડશે.


પીએમ ઋષિ સુનકનું ઈમિગ્રન્ટસ સામે વલણ આકરું
યુકેના વડાપ્રધાન રિશિ સુનાક ભારતીય મૂળના છે, પરંતુ ઈમિગ્રન્ટસ સામે તેઓ આકં વલણ અપનાવે છે. તેમણે બ કેટલીક જગ્યાએ દરોડા પાડીને ગેરકાયદે ઈમિગ્રન્ટસ સામે કાર્યવાહી કરાવી છે. સુનાક વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વચન આપ્યું હતું કે દેશમાં ઈમિગ્રન્ટસની સંખ્યા ઘટાડવા માટે તેઓ સખત પગલાં લેશે, પરંતુ તેવું કશું થયું નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application