આવકવેરા વિભાગને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર કહ્યું લાંબી અને ખચર્ળિ મુકદમાની જરૂર છે?

  • September 24, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે સોમવારે આવકવેરા વિભાગને નાની રકમ માટે લાંબી અને ખચર્ળિ મુકદ્દમામાં સામેલ કરવા માટે ફટકાર લગાવી હતી. ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વાદીએ સંપૂર્ણ જવાબદારી સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રકારના મામલા અપીલ માટે આવે તે પહેલા કોઈ જવાબદાર વ્યક્તિએ તેની જવાબદારી લેવી પડશે. કોર્ટે કહ્યું કે, અમે સમજી શકતા નથી કે આવકવેરા વિભાગે આટલી નાની રકમ માટે અપીલ શા માટે દાખલ કરી છે જ્યારે આવકવેરા વિભાગના ઘણા મામલા છે જેના પર તમે વસૂલાતની રકમ કરતાં વધુ ખર્ચ કરી રહ્યા છો સુપ્રીમ કોર્ટમાં એક દિવસની સુનાવણી તેના કરતા વધુ હશે.
કલકત્તા હાઈકોર્ટના આદેશ સામેની અપીલને ફગાવી દેતી વખતે બેન્ચે આ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને યથાવત રાખ્યો હતો. ખંડપીઠ એ વાતથી નારાજ હતી કે વિવાદમાં રહેલી રકમ માત્ર 1.5 લાખ રૂપિયા હતી. જો કોઈ કાયદાકીય પ્રશ્ન હોય તો તેની યોગ્ય કેસમાં તપાસ કરી શકાય.
આ પહેલીવાર નથી જ્યારે સુપ્રીમ કોર્ટે બિનજરૂરી મુકદ્દમા પર સખત નારાજગી વ્યક્ત કરી હોય. ગત વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે ખેદ વ્યક્ત કર્યો હતો કે, સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજીનો મોટો ભાગ વ્યર્થ હતો. જ્યારે સરકાર દ્વારા જે લિટીગેશન પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે તે પણ હજુ પૂર્ણ થઈ નથી.
આ સિવાય બિનજરૂરી રીતે નકામી અરજીઓ દાખલ થવાને કારણે કોર્ટના કામનો બોજ વધી રહ્યો છે. ગત વર્ષે મે મહિનામાં જસ્ટિસ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે એક કેસની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતા ઓછામાં ઓછા 40 ટકા કેસ વ્યર્થ અને અર્થહીન છે.
એપ્રિલ 2023માં, ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે એવી પણ ટિપ્પણી કરી હતી કે કેન્દ્ર સરકારે કાયદાકીય વિવાદોના ઉકેલ માટે મુકદ્દમાનો આશરો લેવાને બદલે મોટા પાયા પર આર્બિટ્રેશનનો માર્ગ અપ્નાવવો જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application