બિગ બોસ 16ની પ્રખ્યાત શિવમંડળી તૂટી ગઇ, અબ્દુ અને સ્ટેન વચ્ચે અન્ટસ

  • March 21, 2023 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અબ્દુ રોઝિકે એક કાર્યક્રમમાં કહી દીધું- હવે મંડળી પૂરી થઇ ગઇ છે
  • સલમાનના શોમાં આ વખતે શિવમંડળીની બોલબાલા સૌથી વધુ હતી



બિગ બોસ 16માં સ્પર્ધકોના ઝઘડા સિવાય જો કોઈ એક વાત ખૂબ ચર્ચામાં રહી હોય તો તે હતી મંડળી. આ સિઝનમાં સિંગલ સ્પર્ધકો કરતાં વધુ મંડળીનું બોન્ડિંગ  રહ્યું હતું. શિવ મંડળી બિગ બોસ 16માં સૌથી વધુ લોકપ્રિય બની હતી. વિજેતા પણ આ મંડળીના એમ.સી.સ્ટેન જ બન્યો. પરંતુ હવે સંભળાય છે કે શિવમંડળીમાં તિરાડ પડી છે.

આ મંડળીમાં સાજિદ ખાન, અબ્દુ રોઝિક, શિવ ઠાકરે, એમસી સ્ટેન, સુમ્બુલ અને નિમરુતનો સમાવેશ થતો હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આ શિવ મંડળી તૂટી ગઈ છે. આ અહેવાલોની પુષ્ટિ અબ્દુ રોઝીકે પોતે પણ કરી હતી. અબ્દુએ કહ્યું કે મંડળી પૂરી થઈ ગઈ છે. હવે આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે ગોસિપ એવી છે કે અબ્દુ રોઝિક અને સ્ટેન વચ્ચે કંઇ બરાબર ચાલી રહ્યું નથી. અબ્દુ રોઝિકે પહેલીવાર આ અંગે નિવેદન આપ્યું છે.

તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન સુમ્બુલ તૌકીર ખાન, શિવ ઠાકરે  અને અબ્દુ રોઝિક દેખાયા હતા. જોકે, ત્રણેય સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા નહતા. સુમ્બુલ અને અબ્દુ ચોક્કસ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન અબ્દુ રોજીકે મંડળી પૂરી થઈ ગઈ હોવાનું જણાવતા સૌ કોઇ આશ્ચર્યમાં પડી ગયા હતા. તેણે સ્પષ્ટ હતું કે, મંડળી તૂટી ગઇ હતી. 

 કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, એમસી સ્ટેન અને અબ્દુ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. બંને વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે, જે એક સોંગને લઇને છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બંને એક ગીત રેકોર્ડ કરવાના હતા, પરંતુ આવું થઈ શક્યું નહીં. જેના કારણે અબ્દુ સ્ટેન પર ગુસ્સે છે.

જ્યારે અબ્દુ રોઝિક મીડિયામાં આવ્યો ત્યારે તેણે આ જ વાત રિપીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. "મને ખબર નથી કે એમસી સ્ટેન મીડિયાને શું કહી રહ્યો છે. અબ્દુએ આ વિડીયો પર કમેન્ટ કરી અને સ્પષ્ટ લખ્યું કે તેમની વચ્ચે કોઈ ગીતને લઈને સહયોગની કોઇ વાત નથી થઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application