સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવાર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા અલગ-અલગ કેડરની કુલ 4300 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે બપોરથી ઓનલાઇન ફોર્મ ભરાવવાના ચાલુ થઈ જશે. આ ફોર્મ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા અલગ અલગ કેડરની કુલ 4300 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. 4300 જેટલી જગ્યાઓ માટે આવતીકાલે બપોરથી ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. જે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
22 કેડર માટે ભરતી જાહેર
રાજ્ય સરકાર દ્વારા અગાઉ જ મોટી સંખ્યામાં ભરતી અંગે જાહેરાત કરી હતી. જો કે ત્યારથી જ ઉમેદવારો આ ભરતીની રાહ જોવામાં આવી રહી હતી. લાંબા સમયથી મોટી સંખ્યામાં સરકારી ભરતી માટે રાહ જોતા ઉમેદવારોની પ્રતીક્ષા આજે પુરી થઈ છે. ભરતી અંગે આખરે જાહેરાત કરવામાં આવી છે, રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212માં 4300 પોસ્ટ ભરતીની જાહેરાત છે, જેમાં જુનિયર ક્લાર્ક,હેડ ક્લાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે. તારીખ 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23:59 સુધી ફોર્મ ભરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech