રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના જામનગર રોડ ઉપર વર્ષેા જુનો સાંઢીયો પુલ તોડીને તેના સ્થાને નવો ફોર લેન ઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ આ અંગેની ટેન્ડર પ્રક્રિયામાં એસ્ટીમેટની તુલનાએ ૨૦ ટકા ઓન સાથેના ભાવની ઓફર રજૂ થતા રિ–ટેન્ડર કરવા ફરજ પડી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પ્રથમ વખતની ટેન્ડર પ્રક્રિયામાં કુલ ત્રણ એજન્સીના ટેન્ડર આવ્યા હતા જેમાં લોએસ્ટ વન ભાવ ઓફર કરનાર એજન્સીએ પણ .૬૨.૨૦ કરોડના એસ્ટીમેટ ઉપર ૨૦ ટકા ઓન સાથેના ભાવ રજૂ કર્યા હતા ત્યારબાદ એજન્સીના પ્રતિનિધિને નેગોસિએશન માટે બોલાવવામાં આવ્યા હતા તેમાં પણ તેમણે ભાવ ઘટાડો કરવા માટે કોઈ સહમતિ દાખવી ન હતી જેથી અંતે રિટેન્ડર કરવામાં આવ્યું છે.
સૂત્રોએ ઉમેયુ હતું કે પ્રથમ વખત કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં એસ્ટીમેટમાં જીએસટી સમાવિષ્ટ હતો. જયારે બીજી વખતની ટેન્ડર પ્રક્રિયામાં એસ્ટીમેટની રકમમાં જીએસટી સમાવિષ્ટ્ર નથી અને ૧૮% જીએસટીની રકમની અલગથી ચુકવણી કરવામાં આવશે
શહેરના સર્વેશ્ર્વર ચોકમાં ૪.૭૫ કરોડના ખર્ચે નવો વોંકળો બનશે
મહાનગરપાલિકા દ્રારા શહેરના ડો.યાજ્ઞિક રોડ ઉપર સર્વેશ્વર ચોકમાં .૪.૭૫ કરોડના ખર્ચે નવો આરસીસી વોંકળો બનાવવાનું મંજૂર કરાયું છે મેહત્પલ કિચન્સથી યાજ્ઞિક રોડ અને યાજ્ઞિક રોડ ક્રોસ કરીને નાગરિક બેંક બિલ્ડિંગ સુધી નવો વોકળો બનાવાશે, જેની પહોળાઈ નવ મીટર અને લંબાઈ ૧૦૦ મીટરની રહેશે.આ માટે પણ ટેન્ડર પ્રસિધ્ધ કરાયું હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech