તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી દ્વારા પ્રિ-બજેટરી સૂચનો તેમજ વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રશ્નો રજૂ કરવા માટે ભારત દેશની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સને નવી દિલ્હી ખાતે આમંત્રિત કરી ત્યાં આગળ એક મીટીંગ યોજી હતી જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને આમંત્રણ અપાયું હતું પરંતુ ચેમ્બરના હોદ્દેદારોને વાત રજૂ કરતાં જ ન આવડ્યું કે પછી ઇરાદાપૂર્વક ફક્ત માલેતુજાર એક્સપોર્ટર્સ લોબીની જ દલાલી કરવાનો સંકલ્પ કર્યો હોય તેમ ચેમ્બરએ દિલ્હીમાં બુધ્ધિનું દેવાળું ફૂંક્યું હતું. ઇન્કમટેક્સની કલમ 43 બીએચમાંથી સમસ્ત વ્યાપાર ઉદ્યોગ જગતને મુક્તિ આપો તેવી માંગણી કરવાને બદલે ફક્ત નિકાસકારોને મુક્તિ આપવા રજુઆત કરી હતી. નાના વેપારીઓ કે ટ્રેડર્સ માટે કંઇ કહ્યું ન હતું. વેપારીઓના મત મેળવીને ચેમ્બરમાં ચૂંટાનારાઓએ નિકાસકારોની દલાલી શરૂ કરતા ચેમ્બરના હોદ્દેદારો ઉપર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વ્યાપાર ઉદ્યોગ જગતમાંથી ફિટકાર વરસી રહ્યો છે.
દરમિયાન નવીદિલ્હી ખાતે કેન્દ્રીય નાણામંત્રીને કરેલી રજૂઆતની કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિથારામનની અધ્યક્ષતામાં ન્યુ દિલ્હી ખાતે ગઇકાલે તા.21 જૂનના રોજ યુનિયન બજેટ- 2024 અંગે સુચનો-અભિપ્રાયો જાણવા માટે એક મહત્વની મિટીંગ યોજાઇ હતી. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પ્રથમવાર માત્ર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને આ મિટીંગમાં ઉપસ્થિત રહેવા અને પ્રશ્નો-સુચનો 2જુ ક2વા માટે આમંત્રણ આપેલ હતું. આ મિટીંગમાં 14 રાજયોમાંથી વિવિધ ચેમ્બરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવ અને ટ્રેઝરર વિનોદભાઇ કાછડીયાએ ખાસ ઉપસ્થિત રહીને રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ અને તેના યોગ્ય નિરાકરણ લવવા તેમજ આગામી યુનિયન બજેટ 2024માં રાજકોટ ચેમ્બ2ના નીચે મુજબના વિવિધ પ્રશ્નોનો સમાવેશ કરવા ભારપુર્વક રજુઆત કરી હતી. (1) ઇન્કમટેક્ષ એકટ 1961 ના સેકશન 43બી(એચ) ના અમલવા2ી અંતર્ગત પેમેન્ટની ચુકવણી માટે 45 દિવસની સમય મયર્દિા નકિક ક2વામાં આવેલ છે. આ સેકશનમાંથી નિકાસકારોને મુકિત આપવી. કારણ કે નાના નિકાસકારો ખાસ કરીને એમએસએમઇ હેઠળ આવતા ઉત્પાદન કરીને નિકાસ કરનાર એકમોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. નિકાસકારોનો સમગ્ર વ્યવહાર પ્રક્રિયા તેના સલંગ્ન ડોકયુમેન્ટસ અને લેટર ઓફ ક્રેડીટ મુજબ 120 દિવસ સુધીની હોય છે. તેથી નિકાસકારો માટે આ 45 દિવસની સમય મયર્દિા અનુરૂપ ન હોવાના કારણે તેઓને સેકશન 43 બી (એચ)માંથી મુકિત આપવી. (2) ઈન્કમટેક્ષ એકટ 1961 હેઠળ તમામ કંપ્નીઓ જેવી કે, પ્રાઈવેટ લીમીટેડ, લીમીટેડ, સ્મોલ / પ્રોપ્રાઈટરી / પાર્ટનરશીપ ફર્મ અને એલએલપી માટેનો ટેક્ષ બેનીફીટનો સ્લેબ સમાન રાખી આવા એકમોને મિનિમમ અલ્ટરનેટ ટેક્સની અમલવારીમાંથી બાકાત રાખવા. (3) પ્રમાણીક કરદાતાઓને યોગ્ય રિવોર્ડ અને ઈન્સેન્ટીવ આપવા જોઈએ. જેથી કરીને અન્ય કરદાતાઓ નિયમસર ટેક્ષ ભ2વા માટે પ્રેરણા મેળવે તથા ટેક્ષ માળખું અને વહીવટી વ્યવસાયીક રોકાણ માટેના નિર્ણયો પર મહત્વપુર્ણ પ્રભાવ પડશે. (4) ઈન્કમટેક્ષ એકટ 1961માં જુની અને નવી બે સ્કિમો પ્રસ્થાપીત છે. તેથી માત્ર નવી સ્કિમને જ અમલીકૃત કરી, આ સ્કિમમાં હોમ લોન, તેના ઉપરનું વ્યાજ તથા લોન ચુકવણીના લાભોનો સમાવેશ કરવો. આ પ્રકારના લાભો મળવાથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઘરના ઘરનું સપ્નું સાકાર થાય અને દરેકને પોતાનું ઘર પ્રાપ્ત થાય. (5) હાલના ઇન્કમટેક્ષ સ્લેબમાં હવેથી રૂા.10 લાખ સુધી નિલ રિટર્ન, રૂા.10 લાખથી રૂા.15 લાખ સુધી પાંચ ટકા રૂા.15 લાખ થી રૂા.20 લાખ સુધી 10 ટકા, રૂા.20 લાખ થી રૂા. 25 લાખ સુધી 15 ટકા, રૂા.25 લાખ થી રૂા.30 લાખ સુધી ટકા નો સ્લેબ કરવામાં આવે.જો આ મુજબ સ્લેબ રેસીયો કરવામાં આવે તો ઇન્કમટેક્ષની આવકમાં ઘટાડાને બદલે વધારો થશે અને ઘણા નવા કરદાતાઓ વધશે. (6) કેન્દ્ર લેવલે તથા રાજય લેવલે કાયમી જીએસટી સંકલન સમિતિની રચના કરવી. જેમાં કેન્દ્ર લેવલે નાણામંત્રી તથા રાજય લેવલે જે તે રાજયના નાણામંત્રીની અધ્યક્ષતા રહેશે. આ સંકલન સમિતિમાં લીડીંગ ચેમ્બરો અને એસોસીએશનોનો સમાવેશ કરવો. આ જીએસટી કાઉન્સીલની મિટીંગ દર ત્રણ મહિને મળતી હોય, આ સંકલન સમિતિની મિટીંગ દર દોઢ મહિને બોલાવવીજેથી દરેક રાજય લેવલના નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ ત્યારે જ થઈ શકે. જેથી કરીને 70 ટકા જેટલા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવી શકાય અને જીએસટી કાયદાનો અમલ કરવામાં સરળીકરણ કરી શકાય. (7) તમામ પેટ્રોલીયમ પ્રોડકટસ અને નેચરલ ગેસને જીએસટી અંતર્ગત સમાવેશ કરવો. (8) જીએસટી અમલીકરણ થયા બાદ નાણાંકીય વર્ષ 2018-19, 2019-20 અને 2020-21ના સમયગાળા દરમ્યાન જીએસટી કાઉનસીલ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવેલ હતા. આવા વારંવાર ફેરફારોને કારણે તે સમયગાળા દરમ્યાન કરદાતાઓ સપ્લાય દ્વારા ફાઈલ કરાયેલ રીટર્નના સંદર્ભમાં આઇટીસીનો લાભ મેળવી શકયા નથી. જેથી સરકારને અનુરોધ કરવામાં આવે છે કે ફક્ત આટલા સમયગાળાની પડતર સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે વન ટાઇમ સેટલમેન્ટ સ્કિમ અમલમાં મુકવી. આ સ્કિમ અમલમાં મુકવાથી કરદાતાઓના અનેક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવશે. તેમજ સરકારશ્રીના કામના ભારણમાં ઘટાડો થશે અને વાસ્તવિક કરદાતાઓને યોગ્ય ન્યાય મળશે. (9) સોના અને ચાંદી પરનો હાલનો ત્રણ ટકા જીએસટી દર ઘટાડીને બે ટકા કરવો. અગાઉ આના પર વેટનો દર એક ટકા હતો. તો હાલનો બે ટકા દર કરવાથી આમ જનતા 100 ટકા બીલિંગ તરફ વળશે અને દાણચોરી જેવા દુષણો ઉ52 ક્ધટ્રોલ થશે. (10) પાંચ જીએસટીના સ્લેબમાં સમાવિષ્ટ તમામ આઈટમો યથાવત રાખવી. (11) જીએસટી અંતર્ગત 12 ટકા દર ધરાવતી આઈટમોમાંથી મેરીટના આધા2ે ઘણી આઈટમોને 12 ટકાના બદલે પાંચ ટકાના દરમાં સમાવિષ્ટ કરવી. (12) 12 ટકા અને 18 ટકાના ટેક્ષદરમાં સમાવિષ્ટ તમામ આઈટમોને કલબ કરી બે ને બદલે એક જ જીએસટી દર નવો 14 ટકા કરી આ દર તમામ આઈટમોને લાગુ પાડવો. (13) 28 ટકાના જીએસટી દર હેઠળ સમાવિષ્ટ તમામ આઈટમો યથાવત રાખવી. સહિતના સૂચનો રજૂ કરાયા હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉપરોકત વિવિધ પ્રશ્નો-સુચનોની કરાયેલ રજુઆત અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિથારામનજીએ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી તેમ અંતમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech