આજ સુધી મહેંદીને શુકન સાથે જોડવામાં આવે છે એવું સાંભળ્યું હશે. જ્યારે પણ કોઈ પ્રસંગ હોય છે ત્યારે મહિલાઓ અને યુવતીઓ હાથ પર મહેંદી લગાવે છે. મહેંદી ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેના રંગ અને લવ લાઈફ વચ્ચે ઊંડો સંબંધ છે. મહેંદીનો રંગ જેટલો ઘાટો હોય છે સ્ત્રીને એટલો જ પ્રેમાળ જીવનસાથી મળે છે.
ભારતમાં લગ્નની સિઝન દરમિયાન મહેંદી કલાકારોની ઘણી માંગ રહે છે. આ કલાકારો દુલ્હનની મહેંદી લગાવવા માટે સારી એવી રકમ વસૂલે છે પરંતુ અચાનક એવી મહેંદી સોશિયલ મીડિયા પર શેર કરાઈ છે જેણે બધાના હોશ ઉડાવી દીધા. આ કોઈ દુલ્હનની મહેંદી નહોતી. આ એક તલાક મહેંદી છે.
સામાન્ય રીતે, જ્યારે કોઈ યુવતી લગ્ન કરે, ત્યારે તેના હાથ પર દુલ્હનની મહેંદી લગાવવામાં આવે છે. તેની ઘણી ડિઝાઇન છે. ઘણી યુવતીઓના હાથમાં તેમની મહેંદીમાં તેમની લવ લાઈફની ઝલક જોવા મળે છે. આમાં પાર્ટનરને મળવાથી લઈને લગ્નની શરણાઈ અને નગારા દોરવામાં આવે છે પરંતુ હવે તલાક મહેંદીનો જે વીડિયો શેર કરવામાં આવ્યો છે, તેમાં મહિલાએ લગ્ન બાદ તેના સાસરિયાંમાં તેને જે દર્દ સહન કરવું પડ્યું તે તમામ દર્દ લોકો સાથે શેર કર્યું છે.
મહેંદીની ડિઝાઈનમાં મહિલાએ લગ્ન પછી સ્ત્રીના જીવનમાં આવેલા પરિવર્તનને દર્શાવ્યું હતું. મહિલાએ બતાવ્યું કે લગ્ન પછી પુત્રવધૂ સાથે નોકરાણી જેવો વ્યવહાર કરવામાં આવે છે. તે તેને પોતાનું માનીને તેના સાસરે જાય છે ત્યાં તેની સાથે પારકા વ્યક્તિની જેમ વર્તન કરવામાં આવે છે. આ સિવાય પતિ પણ સાથ નથી આપતો. બંને વચ્ચે ઝઘડા થાય છે. આખરે આ સંબંધ છૂટાછેડા સુધી પહોંચી જાય છે. મહેંદીમાં તેના લગ્ન તૂટવાની કહાની શેર કર્યા બાદ મહિલાએ તેનો વીડિયો શેર કર્યો હતો. લોકો મહિલાનું દર્દ શેર કરતા જોવા મળ્યા હતા અને સાથે જ તેને આશ્વાસન આપતા પણ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech