પંજાબ–હરિયાણા હાઈકોર્ટે સીઆરપીએફ જવાનને મોટી રાહત આપી છે. કોર્ટે સીઆરપીએફ જવાનને તેની પત્નીને ભરણપોષણ ભથ્થું ન આપવા બદલ નોકરીમાંથી બરતરફ કરવાના આદેશને રદ કર્યેા છે. કોર્ટે કહ્યું કે આવી સજા કથિત અપરાધ કરતાં ઘણી વધારે છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે જો કોઈ સૈનિક તેના પરિવારનું પાલન પોષણ નથી કરતો અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તો સીઆરપીએફકોઈ કાર્યવાહી કરી શકે નહીં. જસ્ટિસ જગમોહન બંસલની બેન્ચે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના સુરેન્દ્ર કુમારની અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. કોર્ટનું માનવું હતું કે સજાનો હેતુ અરજદારને ભરણપોષણ ચૂકવવા માટે ફરજ પાડવાનો હતો પરંતુ સીઆરપીએફએ તેને સેવામાંથી બરતરફ કરી દીધો છે. આ સમગ્ર પરિવારને અસર કરશે જે સજાના હેતુની વિદ્ધ છે. કોર્ટે વધુમાં કહ્યું કે શકિત હોવી અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ સજાના બે અલગ–અલગ પાસાઓ છે. અધિકારીઓની ફરજ છે કે તેઓ ગુનાની પ્રકૃતિ અને હળવી કરનારી પરિસ્થિતિઓ પર વિચાર કરે.
શું છે સમગ્ર કેસ?
સુરેન્દ્ર કુમાર રિણીત હતા અને તેમને બે બાળકો હતા. ૨૯ નવેમ્બર, ૨૦૧૦ના રોજ સુરેન્દ્ર કુમાર સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. પારિવારિક વિવાદ બાદ તેની પત્નીએ કોર્ટ અને સીઆરપીએફ બંનેને અપીલ કરી હતી. મહેન્દ્રગઢની એક સ્થાનિક અદાલતે સુરેન્દ્ર કુમારને તેમની પત્ની અને બાળકોને દર મહિને ૧૦,૦૦૦ પિયા ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
"
હાઈકોર્ટે આ આદેશ આપ્યો
સુરેન્દ્ર કુમારના વકીલે હાઈકોર્ટમાં જણાવ્યું કે તેમની સામે ફરજમાં બેદરકારીનો કોઈ આરોપ નથી. તેમની સામે મુખ્ય આરોપ એ છે કે તેમણે કમાન્ડન્ટના આદેશ છતાં તેમની પત્નીને ભરણપોષણ આપ્યું ન હતું. વકીલે કોર્ટને કહ્યું કે તે તેમના પરિવારનું ભરણપોષણ કરી રહ્યા છે અને મામલો ઉકેલાઈ ગયો છે. સુરેન્દ્ર કુમાર તેની પત્ની સાથે હાઈકોર્ટમાં હાજર થયા અને કહ્યું કે સીઆરપીએફ તેના પગારમાંથી ૫૦ ટકા રકમ કાપીને તેની પત્નીને આપી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech