જામનગર–રાજકોટ–અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનું વડાપ્રધાન લોકાર્પણ કરશે

  • September 22, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલવે દ્રારા સૌરાષ્ટ્ર્ર ગુજરાત સહિત દેશમાં નવી ૯ વંદે ભારત એકસપ્રેસ ટ્રેનો શ કરવાના ભાગપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર તા. ૨૪મી સપ્ટેમ્બરે જામનગર– રાજકોટ– અમદાવાદ સહિત દેશભરની ૯ વંદે ભારત ટ્રેનને વચ્ર્યુલી લીલીઝંડી ફરકાવી સ્ટાર્ટ અપાવી લોકાર્પણ કરનાર છે. ગુજરાતની ત્રીજી વંદે ભારત એકસપ્રેસ ટ્રેન હશે.

રવિવારે તા.૨૪મી સપ્ટેમ્બરે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ બાદ બપોરે આ ટ્રેનનું જામનગર ખાતે વચ્ર્યુઅલ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવનાર છે. ત્યાંથી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતીને સ્ટોપેજ આપવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ રેલવે તત્રં દ્રારા આ ટ્રેનના જનરલ ટાઈમિંગ નક્કી થઈ રહ્યા છે. આ ટ્રેન મોટેભાગે જામનગર – વડોદરા ઇન્ટરસિટીની સમાંતર દોડાવવામાં આવશે તેમ મનાય છે. રવિવારે વડાપ્રધાનના વચ્ર્યુઅલ કાર્યક્રમ દરમિયાન જામનગર સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો તેમ જ રાજકોટ રેલવે ડિવિઝનના ડીઆરએમ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે.

રાજકોટ જંકશન ખાતે પણ સંસદ સભ્યો સહિતના મહાનુભાવો દ્રારા આ ટ્રેનનું સ્વાગત થનાર છે. ભારતીય રેલવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલી, દેશભરમાં વિવિધ શહેરો અને નગરોને જોડતી સ્વદેશી બનાવટની સેમી–હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરી રહી છે. ગુજરાતમાં મુંબઈ સેન્ટ્રલ  ગાંધીનગર કેપિટલ, અમદાવાદ (સાબરમતી)  જોધપુર એમ બે જોડી વંદે ભારત એકસપ્રેસ ટ્રેનો ચાલી રહી છે. હવે ત્રીજી વંદે ભારત ટ્રેન શ થશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકોરના જણાવવા મુજબ, આ ટ્રેન આધુનિક સુવિધાથી સ છે. ટ્રેનમાં આરામદાયક સીટ,સ્લાઇડિંગ દરવાજા, વ્યકિતગત રીડિંગ લાઇટસ, મોબાઇલ ચાજિગ પોઇન્ટસ, એટેન્ડન્ટ કોલ બટન્સ, બાયો–ટોઇલેટસ, ઓટોમેટિક એન્ટ્રી અને એકિઝટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. રેલવે કર્મચારીઓ જે આ વિશ્વ કક્ષાની ટ્રેનમાં તેમની ફરજ નિભાવવા દ્રારા રાષ્ટ્ર્રને તેમની સેવાઓ આપે છે તેઓ દ્રારા પણ સમાન પે લાગણીઓ વ્યકત કરે છે. આધુનિક ટેકનોલોજીથી સુસ વંદે ભારત ટ્રેનની ડ્રાઈવર કેબિનમાં બેસવાથી અને આ આધુનિક ટ્રેન સેટનું સંચાલન કરવાથી તેમને આત્મ–સંતોષ મળે છે. તેવી જ રીતે, ટિકિટ ચેકિંગ સ્ટાફ પણ આ વંદે ભારત એકસપ્રેસ ટ્રેન ઉપર યાત્રીઓની ટિકિટો ચેક કરતાં સમયે ખૂબ ગર્વે અનુભવે છે. યાત્રીઓ આ ટ્રેનમાં તમામ સુવિધાઓ અને સફાઈ વિશે હકારાત્મક અભિગમ દર્શાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application