દિલ્હીના લાલ કિલ્લા પરથી મોદીએ સ્વતંત્રતા દિવસ પર પોતાનું સૌથી લાંબુ ભાષણ આપ્યું છે તો બીજી તરફ તેમણે પોતાની સરકારના આગામી ૫ વર્ષનો રોડમેપ પણ જનતા સમક્ષ રજૂ કર્યેા છે. ૯૮ મિનિટના લાંબા ભાષણે ૨૦૧૬માં બનાવવામાં આવેલ ૯૬ મિનિટના રેકોર્ડને તોડો હતો. જો કે, પીએમ મોદીના ભાષણનો સરેરાશ સમય ૮૨ મિનિટનો છે, પરંતુ આ ભાષણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વખતે મોદીએ તેમના ભાષણમાં ૨૦૩૬ ઓલિમ્પિકની યજમાનીથી લઈને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતાની હિમાયત કરી હતી. પીએમએ ભ્રષ્ટ્રાચાર અને મહિલાઓ વિદ્ધ હિંસા સહિતના અન્ય મુદ્દાઓને પણ આવરી લીધા હતા.
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી ઘણીવાર અનેક મંચો પર ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના લયની ચર્ચા કરતા રહ્યા છે. મોદીએ જનતાને કહ્યું કે, જો મારા દેશના ૧૪૦ કરોડ નાગરિકો, મારા પરિવારના ૧૪૦ કરોડ સભ્યો એક સંકલ્પ લે, એક દિશા નક્કી કરે અને ખભે ખભા મિલાવીને સાથે આગળ વધે તો ગમે તેટલા મોટા પડકારો હોય, ભલે ગમે તેટલી અછત હોય કે સંસાધનોનો સંઘર્ષ હોય, આપણે દરેક પડકારને પાર કરી શકીએ છીએ.
પીએમ મોદીએ ભારત સામેના પડકારો વિશે વાત કરતા કહ્યું કે આજના ભારતમાં માતા–પિતા–બાળક સંસ્કૃતિ માટે કોઈ સ્થાન નથી. કેટલાક લોકો એવા હોય છે જે ફકત પોતાના ફાયદા વિશે જ વિચારે છે અને બીજાની પરવા કરતા નથી. આવા લોકો, તેમની ખોટી વિચારસરણી, ચિંતાનો વિષય છે. દેશે આ નિરાશ લોકોથી દૂર રહેવું જોઈએ. દરેક સ્તરે ભ્રષ્ટ્રાચારે સામાન્ય માણસનો સિસ્ટમમાંથી વિશ્વાસ નષ્ટ્ર કર્યેા છે. તેમણે કડક સ્વરમાં કહ્યું કે, હત્પં ભ્રષ્ટ્રાચારીઓ માટે ભયનું વાતાવરણ ઊભું કરવા માંગુ છું, જેથી સામાન્ય નાગરિકને લૂંટવાની પરંપરાનો અતં આવે. મોદીએ આગામી ૫ વર્ષના પોતાના રોડમેપમાં સંરક્ષણ ક્ષેત્રને પણ પ્રાથમિકતા આપી છે. મોદીએ કહ્યું કે, ભારત ધીમે ધીમે ઉભરી આવ્યું છે અને વિવિધ સંરક્ષણ સાધનોના નિકાસકાર અને ઉત્પાદક તરીકે પોતાને સ્થાપિત કરી રહ્યું છે. યારે આપણા સશક્ર દળો સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, ત્યારે આપણી છાતી ગર્વથી ભરાઈ જાય છે અને આપણું માથું ઐંચું થઈ જાય છે. આજે ૧૪૦ કરોડ ભારતીયોને આપણા સશક્ર દળોની બહાદુરીની ગાથાઓ પર ગર્વ છે અને વિશ્વાસ છે.
નાણાકીય ક્ષેત્ર અને અર્થવ્યવસ્થા વિશે તેમણે કહ્યું કે, રાષ્ટ્ર્રને આગળ લઈ જવા માટે ઘણી નાણાકીય નીતિઓ સતત બનાવવામાં આવી રહી છે અને આ નવી પ્રણાલીઓમાં દેશનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. વૈશ્વિક કોવિડ રોગચાળા વચ્ચે જો કોઈ દેશ હોય જેણે તેની અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો કર્યેા હોય તો તે ભારત છે. આપણી આર્થિક વૃદ્ધિ અને વિકાસને વેગ આપવા માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અને જીવનની સરળતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન એ સમયની સૌથી મોટી જરિયાત છે. હત્પં તે તમામ ખેડૂતોનો આભારી છું જેમણે કુદરતી ખેતીનો માર્ગ પસદં કર્યેા છે અને આપણી ધરતી માતાની સેવા કરવાનો સંકલ્પ લીધો છે.વધુમાં મોદીએ કહ્યું કે, સરકાર આપણા યુવાનોના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. અમે આ વર્ષના બજેટમાં સ્કીલ ઈન્ડિયા પ્રોગ્રામ માટે મોટી રકમ ફાળવી છે. યુવાનોને અનુભવ મેળવવા, તેમની ક્ષમતા વધારવા અને બજારમાં તેમની કુશળતા દર્શાવવામાં મદદ કરવા માટે આ બજેટમાં ઇન્ટર્નશિપ પર ભાર મૂકવામાં આવ્યો છે
મોદીએ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કયુ
વિપક્ષી દળોના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, પીએમ મોદી લોકોને એકજૂથ કરવામાં, પ્રોત્સાહિત કરવામાં અને દેશના મહત્વના મુદ્દાઓને સંબોધવામાં નિષ્ફળ રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન મોદીએ એમ કહીને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું ઘોર અપમાન કયુ છે કે, આઝાદી બાદથી અત્યાર સુધીમાં દેશમા 'કોમ્યુનલ સિવિલ કોડ' છે. રમેશે દાવો કર્યેા હતો કે, હિન્દુ પર્સનલ લોમાં સુધારાના મોટા હિમાયતી આંબેડકરનો રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સઘં અને ભારતીય જન સઘં દ્રારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી રાજાએ જણાવ્યું હતું કે, ભારતના ૭૮માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી વડાપ્રધાનના ભાષણમાં લોકોને એકત્રિત કરવા અને પ્રેરિત કરવા વિશેની કોઈ વાત સામેલ ન હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech