વાંકાનેરના ચંદ્રપુરમાં ભરબપોરે પાવર કટ તાં પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ

  • June 28, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારી કચેરીઓમાં અત્યારે જો કોઇપણ કચેરીનો વહીવટ સાવ ખાડે ગયો હોય તો એ છે પીજીવીસીએલની કચેરી. હજુ તો ચોમાસુ જામ્યુ પણ ની અને લાઇટ દિવસમાં દસ વાર આવ જા કરે છે. ખરા બપોરે કલાક બે કલાક લાઇટ જતી રહે અને જો ફોન કરતા લગભગ ફોનનું રીસીવર ડબલાની નીચે મૂકી દેવામાં આવે છે. આવી લોકોની ફરિયાદ રહે છે અને ફોન ઉપર કોઇ વ્યવસ્તિ જવાબ ની મળતા, પીજીવીસીએલએ ઓન પેપર કરેલી પ્રિ-મોનસૂન કામગીરીની પોલ હવે છતી યા લાગી છે. વરસાદ તો હજુ આવ્યો પણ ન હોય અને માત્ર વરસાદની ખુશ્બુ આવે ત્યાં જ પાવર કટ ઇ જાય છે અને એમાં જો બે ત્રણ છાંટા અને બે ત્રણ કડાકા ભડાકા ઇ જાય તો પછી સમજો બે ત્રણ કલાક માટે લાઇટ ગઇ. સિટીની આસપાસના ગામડાના પણ આ જ પ્રશ્ર્ન છે.

કાલે ચંદ્રપુર ગામમાં બપોર ૧-૩૦ વાગ્યે પાવર જતો રહ્યો લોકો પરસેવેી નીતરી ગયા અને રીતસર લોકો અકળાઇ ગયા. એક યુવાને આગેવાનોને ફોન કરી ગામના વોટ્સએપમાં મેસેજ નાખતા ગામના ઘર દીઠ એક એક વ્યક્તિ ભેગા યા અને પીજીવીસીએલ કચેરીએ હલ્લાબેલ કર્યું. દેકારોને બાપોમારી ઇ ગઇ અને પીજીવીસીએલના ઇજનેર ભૂવને પોલીસ સ્ટેશને ફોન કરી પોલીસને બોલાવવી પડી. પછી ઇજનેરે આગેવાનો જલાલભાઇ શેરસિયા, ઉસ્માનભાઇ મરડિયા, તોફિક અમરેલીયા સો પોતાની ચેમ્બરમાં જ ચર્ચા કરી અને નિવેડો લાવવાની ખાતરી આપી પણ આગેવાનો ચીમકી ઉચારી હતી કે જો સ્થિતિ આવી રહેશે તો વધારે લોકો આવશે અને કાંઇપણ બને તો એની જવાબદારી તમારી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રપુર પાસે હાઇવે પર ચારી પાંચ હોસ્પિટલો આવેલી છે અને પાવર જાય ત્યારે હોસ્પિટલમાં રહેલા પેશન્ટોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત સહકારી મંડળીના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે, ગામમાં હાલમાં ૧૪ી ૧૫ ડિલેવરીવાળી મહિલાઓ છે શું આ મહિલાઓનો ખાટલો પાવર જતો રહે ત્યારે ફળીમાં રાખવો અને નાના બાળકોની શું હાલત ાય ? પરંતુ પીજીવીસીએલના જવાબદાર અધિકારીના કાન બહેરા ઇ ગયા છે અને લોલમલોલ ચાલી રહ્યું છે. ત્યાર સુધી એમને લગભગ કોઇ કહેવાવાળુ ની અને તે તેમની મરજી મુજબ કામ કરી રહ્યા છે અને ચાલી રહ્યા છે ત્યારે હવે આવા પાવરમાં રાચતા અને પોતાની મનમાની કરતા અધિકારીઓની શાન ઠેકાણે લાવવા લોકો મેદાને આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application