એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમ સમુદાયે આ બિલને તેના વર્તમાન સ્વપમાં નકારી કાઢ્યું છે. ઓવૈસીએ દાવો કર્યેા હતો કે બિલનું વર્તમાન સ્વપ ભારતીય બંધારણની કલમ ૨૫, ૨૬ અને ૧૪નું ઉલ્લંઘન કરે છે, જે ધાર્મિક સમાનતા અને સ્વતંત્રતાના અધિકારોની ખાતરી આપે છે.
લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન એઆઈએમઆઈએમ વડાએ કહ્યુ કે હત્પં આ સરકારને ચેતવણી આપી રહ્યો છું કે જો તમે વકફ બિલને તેના વર્તમાન સ્વપમાં સંસદમાં લાવશો અને તેને કાયદામાં ફેરવશો, તો તે દેશમાં સામાજિક અસ્થિરતા તરફ દોરી જશે.
આ બિલને સમગ્ર મુસ્લિમ સમુદાયે નકારી કાઢું છે. બિલનો હાલનો ડ્રાટ જો કાયદામાં પસાર થશે તો તે કલમ ૨૫, ૨૬ અને ૧૪નું ઉલ્લંઘન કરશે. અમે કોઈ વકફ મિલકત છોડીશું નહીં, કઈં પણ છોડવામાં નહીં આવે.
ઓવૈસીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તમે વિકસિત ભારત બનાવવા માંગો છો, અમે પણ વિકસિત ભારત ઇચ્છીએ છીએ. તમે આ દેશને ૮૦ અને ૯૦ ના દાયકામાં પાછો લઈ જવા માંગો છો. જો આવું કંઈક થશે તો તે તમારી જવાબદારી રહેશે. કારણ કે એક ગર્વિત ભારતીય મુસ્લિમ તરીકે, અમે અમારી મસ્જિદનો એક ઈંચ પણ નહીં ગુમાવીએ. અમે અમારી દરગાહનો એક ઈંચ પણ નહીં ગુમાવીએ. અમે આ નહીં થવા દઈએ.
તેમણે વધુમાં કહ્યું કે અમે હવે અહીં રાજદ્રારી વાતચીત માટે નહીં આવીએ. આ એ ગૃહ છે યાં મારે ઉભા થઈને પ્રામાણિકપણે કહેવું છે કે મારા સમુદાયના લોકો ગર્વિત ભારતીય છે. આ અમારી મિલકત છે, કોઈએ અમને આપી નથી. તમે આ અમારી પાસેથી છીનવી ન શકો. વકફ અમારા માટે પૂજાનું એક સ્વપ છે.
વકફ કાયદામાં સુધારા સંબંધિત બિલ પર સંયુકત સંસદીય સમિતિ (જેપીસી) ના અહેવાલને ૧૫ મતોના વિરોધમાં ૧૧ મતોની બહત્પમતીથી સ્વીકારવામાં આવ્યો. જેપીસીએ ગુવારે લોકસભા સચિવાલયને પોતાનો અહેવાલ સુપરત કર્યેા છે.
વિપક્ષી સાંસદોનો આરોપ છે કે સમિતિમાં ભાજપના સભ્યોએ તેમના વાંધાઓને અવગણ્યા છે અને અહેવાલમાં કરવામાં આવેલી ભલામણો બંધારણની ભાવના અનુસાર નથી. સાંસદોએ આરોપ લગાવ્યો છે કે તેમને ૨૮ જાન્યુઆરીએ ૬૫૫ પાનાનો રિપોર્ટ મળ્યો હતો અને તેમને તેનો અભ્યાસ કરવા અને ભલામણો કરવા માટે સમય મળ્યો ન હતો. સંયુકત સંસદીય સમિતિએ આજે ડ્રાટ રિપોર્ટને ૧૬–૧૧ મતોથી સ્વીકારી લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech