બિપરજોય વાવાઝોડાને લઈને ગૃહ રાજ્ય મંત્રીએ આર્મીની તૈયારીની માહિતી મેળવી

  • June 15, 2023 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર આર્મી કેમ્પ ખાતેથી ૭૮ આર્મી જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા પહોંચ્યા: મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીનાં અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા જણાવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી

બિપરજોય વાવઝોડા સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સતત બે દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપસ્થિત  છે. તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવના વિવિધ  પગલાઓ લેવાઈ રહ્યા છે. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ  સનાતન સેવા આશ્રમ ખાતે વાવાઝોડાના ખતરા સામે આર્મીની તૈયારીઓ વિશે વિગતો મેળવતા આર્મી જવાનો સાથે મુલાકાત કરી હતી.
બિપરજોય વાવઝોડામાં ઓછામાં ઓછા રેસક્યું કરવા પડે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આર્મીના જવાનો કોઈપણ આપદાને પહોંચી વળવા માટે સક્ષમ છે અને આવી દરેક વિપદાની વેળા તેઓ  સેવા કાજે સૌથી આગળ ઊભા રહ્યા છે.
વધુમાં મંત્રીએ આર્મીના જવાનોને મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીનાં અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા માટે જણાવ્યું હતું. આપદા સમયે આર્મીના જવાનોને બચાવ રાહતની તૈયારીઓ સાથે જોઈને મંત્રીએ તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરના આર્મી કેમ્પથી સ્પેશિયલ આર્મી ટીમ દેવદેવભૂમિ દ્વારકા ખાતે બોલાવવામાં આવી છે. આર્મીના ૭૮ જેટલા જવાનો ૧૩ વાહનો સાથે દ્વારકા ખાતે પહોંચી ગયા છે. આર્મી જવાનો લાઈફ જેકેટ, ટ્રી કટર, રિકવરી વ્હીકલ, એમ્બ્યુલન્સ, રાશન કીટ સહિતની સામગ્રીઓ સાથે તૈયાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application