કરમુર પરિવાર દ્વારા ભોગાત ગામે ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં કૃષિમંત્રી રહ્યા ઉપસ્થિત

  • April 04, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સમસ્ત કરમુર પરિવાર દ્વારા સતી માતાના મંદિર પટાંગણ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિભવ્ય અને તાલુકામાં કદાચ પ્રથમ વખત આટલું મોટું સુંદર આયોજન કરમુર પરિવાર દ્વારા કરવામાં આવેલ છે.
જેમાં કથાના વ્યાસાસને ડો. મહાદેવ પ્રસાદ મહેતા બીરાજી સંગીતમય શૈલ્ીથી કથાનું અમૃત રસપાન કરાવી રહ્યા છે. કથાની પોથીયાત્રા ગઇકાલે ભવ્ય રીતે પધરામણી કરાઇ હતી, જેમાં અંદાજે ર૦ હજારથી વધુ લોકો પહેલા જ દિવસે જોડાયા હતા, આજે બીજા દિવસે પણ રપ હજારથી વધુ શ્રોતાઓ, કથા શ્રવણ, પ્રસાદનો લાભ લીધો હતો.
આજે કથાના બીજા દિવસે કપિલ પ્રાગટ્યનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જેમાં કથા શ્રવણ કરવા પધારેલ ગુજરાત રાજ્યના કૃષિવિભાગના કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલના વરદ્દ હસ્તે કથા સ્થળે ખાસ સ્ટોલ રાખવામાં આવેલ, સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતા સ્ટોલનું કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરી ખુલ્લો મુકવામાં આવેલ. કૃષિમંત્રી રાઘવજીભાઇને શાસ્ત્રી ડો. મહાદેવ પ્રસાદે ઉપરણું ઓઢાડી, આશીર્વાદ પાઠવ્યા હતા અને આયોજક પરિવાર દ્વારા બળદ ગાડુ ભેટ આપી વિશિષ્ટ સન્માન કર્યું હતું, રાઘવજીભાઇએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવેલ છે. આપણા સમાજમાં વિસ્તારમાં સમયે સમયે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક કાર્યો સતત થતા રહે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના અને આવા ભવ્ય અને સુંદર નહીં પણ અતિ સુંદર આયોજન બદલ કરમુર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
કથા શ્રવણ કરવા પધારેલ તાલુકા, જિલ્લા, હાલાર સૌરાષ્ટ્રના આગેવાનો દેવભૂમિ દ્વારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પી.એસ. જાડેજા, માજી મંત્રી ડો. રણમલભાઇ વારોતરીયા, ડો. સાજણભાઇ વારોતરીયા, પૂ. નિરંજનદાસ મહારાજ (ડાકોર) અમદાવાદના અગ્રણી બિલ્ડર રાજભા ડોડીયા, રાજકોટના પી.ડી. માલવીયા કોલેજના પ્રમુખ ઘનશ્યામભાઇ હેરમા, મચ્છોયા આહિર સમાજના પ્રમુખ લાભુભાઇ ખીમાણીયા, બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ), આહિર અગ્રણીઓ ખીમાભાઇ ગોજીયા, જગાભાઇ ચાવડા, નથુભાઇ ચાવડા, નગાભાઇ ગાધેર, રણમલભાઇ માડમ, લખમણભાઇ ચાવડા, મુરુભાઇ વારોતરીયા, મુરુભાઇ ગાધેર, ખીમાભાઇ ભોચીયા, પરબતભાઇ વરુ, ભીમશીભાઇ કંડોરીયા, ઘેલુ ચાવડા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનોનું યજમાન કરમુર પરિવારના કે.ડી. કરમુર, પાલાભાઇ કરમુર, કરશનભાઇ કરમુર, હેભાભાઇ કરમુરે સ્વાગત-સન્માન કર્યું હતું અને ભાગવતાચાર્ય શાસ્ત્રી ડો. મહાદેવપ્રસાદ મહેતાએ ઉપરણું ઓઢાડી આશીર્વાદ પાઠવ્યા હતા, ઉપસ્થિત તમામ મહેમાનો કરમુર પરિવાર સાથે સમુહ આરતીમાં જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application