વાહનોની પરમિટ ,રસ્તા, સાઈનબોર્ડ, પાકિગ સફાઈ સહિતના અનેક પ્રશ્નોની તત્રં સાથે ચર્ચા
જૂનાગઢમાં આગામી તા.૧૨ થી શ થનારી ગિરનારની લીલી પરિક્રમામા લાખો લોકો પુણ્યનો ભાથું બાંધવા આવે છે. પરિક્રમા સેવાને બદલે લૂંટનો મેળો ન બને તે માટે ધારાસભ્ય દ્રારા કડક કામગીરી કરવા તાકીદ કરી હતી.ગઈકાલે કલેકટર કચેરી ખાતે પરિક્રમા પૂર્વે આયોજન માટે સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં વિવિધ સૂચનો રજૂ થયા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્રારા ગિરનાર લીલી પરિક્રમા ના ટ પર દૂધના તગડા ભાવ લેવામાં આવે છે જેથી લોકો લૂંટાઈ રહ્યા છે તેમ જણાવી કલેકટરની રાહબરી હેઠળ ચાલતી પુરવઠા તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ કર્યા હતા. પરિક્રમા ના ટ પર દૂધ ના ભાવ બાંધણા થાય છે પરંતુ તેની કોઈ અમલવારી થતી જ નથી અને લોકો પાસેથી દૂધ જેવી જરી ચીજ વસ્તુની ઉઘાડી લૂંટ ચલાવાય છે. જેને ડામવા તાકીદ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લ ેખનીય છે કે પરિક્રમા પૂર્વે માત્ર ને માત્ર સરકારી નિવેદન દ્રારા ભાવ બાંધવા અંગે જાહેરાત કરવામાં આવે છે પરંતુ તેની કોઈ પણ જાતની તપાસ કે અમલવારી થતી જ નથી પુરવઠા વિભાગની આળસથી લોકો લૂંટાઈ રહ્યા છે. કલેકટરે પુરવઠા તત્રં સામે કડક ચેકિંગ અને નિયમની અમલવારી કરવા જણાવવા માંગ ઉઠી છે. ધારાસભ્ય દ્રારા ભવનાથ વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર વહી રહ્યા છે તે પણ સફાઈ કરવા ખાસ સૂચન કયુ હતુ.પરિક્રમાના ટ પર વિવિધ સ્થળોએ જે વ્યવસ્થા અને કેટલા કિલોમીટરનું અંતર કયા સ્થળોએ કઈ વ્યવસ્થા હોય તે અંગે ખાસ મેપ તૈયાર કરવા પણ જણાવ્યું હતું.આ ઉપરાંત ધારાસભ્ય દ્રારા પરિક્રમાના ટ પર સરકારી વાહનોમાં આડેધડ લોકોનું અથવા પરિવારજનોનું વહન થાય છે જેથી પરમીટ ફિકસ કરી દેવા અને સરકારી વાહનોનું ગેર ઉપયોગ ન થાય તે માટે પણ જણાવ્યું હતું. લાખો ભાવિકો આવતા હોય ત્યારે તેને રસ્તા અંગે માહિતગાર કરવા સાઈન બોર્ડ હોવા જરી છે જેથી તળેટીમાંથી ગિરનાર પરિક્રમા જંગલ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ જવા સાઈન બોર્ડ રાખવામાં આવે તે અંગે પણ સૂચન કરવામાં આવ્યું હતું. પ્રવાસન નિગમ હેઠળ ભવનાથ તળેટીમાં કે શહેરમાં એક પણ સાઈન બોર્ડ ની જાળવણી થઈ નથી અને તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. પરિક્રમા ટ પર માહિતી કેન્દ્ર, સૌચાલય, પીવાનું પાણી, પ્રસાદ સહિતના અલગ અલગ સ્થળોએ કયા કયા કેવી વ્યવસ્થા છે તે અંગે પણ અલગ અલગ સાઈનબોર્ડ દ્રારા જાણ થાય તો લોકો પહોંચી શકે અને મુખ્યત્વે પરિક્રમા ના ટ ભારે વરસાદથી ખૂબ જ ખરાબ થયો છે અને મોટા મોટા પથરા હોવાથી લોકોને પણ અવર–જવર માટે મુશ્કેલી થશે જેથી પરિક્રમા પૂર્વે રસ્તાની પણ મરામત કરવા જણાવ્યું હતું. પાકિગ માટે લોકોને ખાનગી પાકિગધારકો દ્રારા વધુ રકમ લેવામાં આવતી હોય છે જેથી પાકિગ અંગેના ભાવ ફિકસ કરવા પણ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMઉત્તરકાશીમાં 3.5ની તીવ્રતાનો કંપન અનુભવાયો, લોકોમાં ગભરાટ
January 24, 2025 10:44 AMગૌતમ ગંભીરે મારી નાખવાની ધમકી દીધી હોવાનો પૂર્વ ક્રિકેટરનો આક્ષેપ
January 24, 2025 10:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech